________________
પ્રમાણની સંખ્યાનો સ્વીકાર કરનારા તે તે વાદીઓ (અન્યદર્શનકારો) નો શ્લોકર્થ આ પ્રમાણે છે—ચાર્વાક પ્રત્યક્ષ માત્ર એક પ્રમાણ માને છે, સૌગત અને વૈશેષિક-પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ માને છે. સાખ્ય-પ્રત્યક્ષ, અનુમાન અને આગમ ત્રણ પ્રમાણ માને છે. અક્ષપાદ-પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન ચાર પ્રમાણ માને છે. પ્રભાકર-પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ એમ પાંચ પ્રમાણ માને છે. કુમારિલભટ્ટપ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થાપત્તિ અને અભાવ એમ છ પ્રમાણ માને છે. જૈન દર્શન કારો=જિનેશ્વર ભગવાનના શાસ્ત્રમાં સ્પષ્ટ=એટલે કે પ્રત્યક્ષ અને અસ્પષ્ટ=પરોક્ષ એમ બે પ્રમાણ છે. એમ માને છે.
विष्याभासं प्रकाशयन्ति
પ્રમાણના વિષયાભાસ જણાવે છે.
सामान्यमेव, विशेष एव,
तदद्वयं वा स्वतन्त्रमित्यादिस्तस्य विषयाभासः ॥६-८६ ॥ સૂત્રાર્થ- સામાન્ય જ પ્રમાણનો વિષય છે, વિશેષ જ પ્રમાણનો વિષય છે, સ્વતંત્ર [પરસ્પર અત્યંતભિન્ન] સામાન્ય અને વિશેષ પ્રમાણનો વિષય છે, વિગેરે (માન્યતા) વિષયાભાસ છે.
प्रामाणस्य विषयः सामान्य-विशेषाऽऽत्मकं वस्तु इति पूर्वमुक्तं, (सू ॥५- १॥, पृ० १९३ ) तद्वैपरीत्येन 'सामान्यमेव प्रमाणस्य विषयः, इति सत्ताऽद्वैतवादिनः, 'विशेष एव ' इति सौगताः । तदुभयं च स्वतन्त्रम् इति नैयायिका। यत् स्वीकुर्वन्ति स विषयाऽऽभास इत्यर्थः ॥ ८६ ॥
ટીકાર્ય-પ્રમાણનો વિષય સામાન્ય અને વિશેષાત્મક પદાર્થ છે. એ પ્રમાણે પરિચ્છેદ પાંચ સૂત્ર-એકમાં (૫-૧)માં કહેવાઇ ગયું છે. તેના વિપરીતપણાવડે પ્રમાણ નું સામાન્ય પણું એ જ વિષય છે એ પ્રમાણે માનતા સતાદ્વૈતવાદી અને પદાર્થનું વિશેષપણું એ પ્રમાણનો વિષય એ પ્રમાણે માનતા બૌદ્ધ તથા સામાન્ય અને વિશેષને સ્વતંત્ર પદાર્થ તરીકે માનતા નૈયાયિકો વિગેરે ના મતો વિષયાભાસ છે.
अथ फलाभासमाहुः
-
૨૬૧