________________
જોયું હતું] તે આમ્ર વૃક્ષને ફળથી વિશિષ્ટપણાવડે સ્મરણ કરે છે. (ત્યારે ફલથી રહિત આ આંબાનું ઝાડ છે એવું જે આજે કહેવાયું તે) તેના સ્મરણ વડે ખંડન કરાય છે માટે તે સ્મરણનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ કહેવાય છે. જેમ સરખે-સરખી કોઇ વસ્તુમાં કોઇ ઉર્ધ્વતા સામાન્યની ભ્રાન્તિવડે પ્રતિજ્ઞા કરે છે “તે જ આ છે” એવી જ્ઞાતાપુરૂષની પ્રતિજ્ઞા તિર્થગ્સામાન્યના અવલંબન વડે “આ તેના સરખું છે.” એ પ્રમાણેની પ્રત્યભિજ્ઞા વડે બાધિત થાય છે, તાત્પયાર્થ આ પ્રમાણે છે સંકલનાત્મક જ્ઞાન તે પ્રત્યભિજ્ઞા છે તેમાં ચૈત્ર અને મૈત્ર બે મુખાકૃતિથી સમાન છે હવે કોઇ પુરૂષે કાલે ચૈત્રને જોયો હતો આજે ચૈત્ર સામે આવ્યો છે, હવે શરીરમુખની સમાનતાના કારણે ઉર્ધ્વતા સામાન્યની અપેક્ષાએ ચૈત્ર કહેવાને બદલે મોડ્યું તે આ ચૈત્ર છે કે મેં જેને કાલ જોયો હતો તે મૈત્રની અંદર તેની તિર્યક્ સામાન્યની અપેક્ષાએ સમાનતાના કારણે જે ભ્રાન્તિ થાય છે તે પ્રત્યભિજ્ઞા-નિરાકૃત-સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે.
જેમ-જે જે તેના (મિત્રાના) પુત્ર છે તે તે શ્યામ છે એ પ્રમાણેની વ્યાપ્તિ કરાઇ એટલે કે જે જે મિત્રાના પુત્ર હોય તે તે શ્યામ છે આ વ્યાપ્તિ મિત્રાના સાત પુત્રો સુધી તો સંગત છે-સત્ય છે, આ પ્રતિજ્ઞા પણ શા પાનન્યત્વ એટલે કે જે પુત્રની માતાએ કાળાદિ દ્રવ્યો ખાધા છે તેથી તે કાળા =માતા વડે ખવાયેલા શાકાદિના આહાર વડે પરિણામપૂર્વકનું પુત્રત્વ જેનામાં છે, તે શ્યામ છે એવી વ્યાપ્તિના ગ્રહણ કરનાર તર્ક વડે ખંડિત થાય છે માટે તર્કનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે તેમ જાણવું.
આવી રીતે નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ આઠ પ્રકારે જણાવ્યું द्वितीयं पक्षाभासं सभेदमुपदर्श्य तृतीयमुपदर्शयन्ति— અનભીપ્સિત પક્ષાભાસનું ઉદાહરણ જણાવે છે; अनभीप्सित साध्यधर्मविशेषणो यथा - स्याद्वादिनः शाश्वतिक एव कलशादिरशाश्वतिक एव वेति वदतः ॥४६ । સૂત્રાર્થ- જેમ કલશાદિ શાશ્વત (એકાંતનિત્ય) જ છે અથવા અશાશ્વત (એકાંતેઅનિત્ય) જ છે એ પ્રમાણે બોલનાર સ્યાદ્વાદીની આ પ્રતિજ્ઞા અનભીપ્સિત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે.
૨૩૭