________________
નિરન્વયવિનાશ (અંશ પણ ન રહે તેવો નાશ) પામવા સ્વરૂપ જે અનિત્ય સ્વરૂપ સાધ્યથી વિપરિત એવા પરિણામી પુરુષની સાથે આ હેતુ વ્યાપ્ત હોવાથી વિરૂદ્ધ છે. એટલે કે બીજા દેશમાં અથવા કાળમાં અનુભવેલી વસ્તુનું બીજા દેશ-કાળમાં ફરીથી અનુભવ થયે છતે પૂર્વ જોયેલાનું સ્મરણ થાય ત્યારે સોઙયં તે આ છે એવા આકારવાલું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રત્યભિજ્ઞાન છે બોદ્ધના મતે વસ્તુ ક્ષણિક હોવાથી જે આત્મા વસ્તુને અનુભવી તે આત્મા તે જ વખતે વિનાશ પામ્યો હોવાથી વસ્તુ તેના વડે ફરીથી જોવાને કે સ્મરણકરવાને જ શક્ય જ નથી આથી અનિત્ય આત્માનું પ્રત્યભિજ્ઞાનવાળાપણું સિદ્ધ થતું નથી માટે એકાંતે અનિત્ય ની સાથે પ્રત્યભિજ્ઞાનાદિ હેતુની વ્યાપ્તિ થતી નથી પરંતુ કથંચિત્ અનિત્ય કે કથંચિત્ નિત્ય ની સાથે પ્રત્યમિજ્ઞાનામિત્વાત્ હેતુની વ્યાપ્તિ થઇ શકે છે માટે બૌદ્ધમતમાં આ હેતુ વિરૂદ્ધ છે તેમ જાણવું.
अनैकान्तिकस्वरूपं प्ररूपयन्ति
અનૈકાન્તિક હેત્વાભાસનું સ્વરૂપ જણાવે છે.
यस्यान्यथानुपपत्तिः सन्दिह्यते सोऽनैकान्तिकः ॥ ६-५४॥ સૂત્રાર્થ-જે હેતુની અન્યથા અનુપપત્તિમાં સંદેહ થાય છે હેતુ અનૈકાન્તિક
છે.
यस्य हेतोः अन्यथानुपपत्तिः - साध्येन सहाऽविनाभावः सन्दिह्यते— क्वचित् साध्याधिकरणे क्वचित् साध्याऽभावाधिकरणे हेतोर्वर्तनात् संदेहविषयो भवति सोऽनैकान्तिकः ॥ ५४ ॥
ટીકાર્થ-જે હેતુની અન્યથાઅનુપપત્તિ એટલે સાધ્યની સાથે અવિનાભાવ સંદેહવાલો છે. એટલે કે હેતુ કોઇવખત સાધ્યના અધિકરણમાં (સાધ્ય સાથે) દેખાય છે અને કોઇ ઠેકાણે સાધ્યના અભાવની સાથે વર્તે છે. તે હેતુ અનૈકાન્તિક કહેવાય છે.
વિશેષાર્થ-સમ્યગ્ હેતુ સપક્ષમાં જ રહે પરંતુ જે હેતુ સપક્ષમાં અને વિપક્ષમાં પણ વર્તે તે હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી) કહેવાય છે જેમ—i : મૃદ્ગિમત્ત્વાત્ અહિં શૃંગિત્વ હેતુ ગાયમાં રહે છે અને સાધ્યાભાવ મહિષાદિમાં પણ રહે છે તેથી શિંગડાવાળાપણુ માત્ર દેખાવાથી આ ગાય હશે કે મહિષાદિ ? એમ જે હેતુની અન્યથા અનુપપત્તિ શંકાવાળી રહે તે અનૈકાન્તિક હેતુ જાણવો.
૨૪૩