________________
ટીકાર્ય-“જૈનોવડે રાત્રીભોજન કરવા યોગ્ય છે” આવી પ્રતિજ્ઞા છે અહિં જૈનોનું રાત્રી ભોજન આગમ પ્રમાણ વડે ખંડિત કરાય છે તે આ પ્રમાણે – દસવૈકાલિક સૂત્રમાં આઠમાં અધ્યયનમાં પૂજ્યપાદ શäભવસૂરીમહારાજા એ જણાવ્યું છે કે સૂર્યાસ્ત થઈ ગયા પછી તે પૂર્વદિશામાં ઉદય ન પામે ત્યાં સુધી એટલે કે સૂર્યાસ્ત થયા પછી બીજો સૂર્ય ઉદય ને પામે ત્યાં સુધી સર્વપ્રકારના આહારાદિકની મનથી પણ પ્રાર્થના ન કરે અર્થાત્ મનથી, પણ ઇચ્છા ન કરે આ આગમવચનવડે સૂત્રોક્તા પ્રતિજ્ઞા (પક્ષ) બાધિત થાય છે. માટે આગમ-નિરાકૃત-સાધ્ય-ધર્મવિશેષણ-પક્ષાભાસ છે. '
चतुर्थं प्रकारं प्रथयन्तिलोकनिराकृतसाध्यधर्मविशेषणो यथा-न पारमार्थिकः પ્રમા-પ્રમેયવ્યવહાર: છે ૬-૪૪ . '
સૂત્રાર્થ- જેમ પ્રમાણ અને પ્રમેય નો વ્યવહાર વાસ્તવિક નથી આ. લોકનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. ' _ 'प्रमाण-प्रमेयव्यवहारो न पारमार्थिकः' इति सौगतानां प्रतिज्ञा लोकेन लोकप्रतीत्या बाध्यते लोको हि प्रमाणं प्रमेय च सत्यत्वेनाङ्गी-कृत्यैव प्रवर्तते अन्यथा कस्यापि कस्मिन्नपि विषये प्रवृत्तिरेव न स्यात् । इयं लोकप्रतीतिर्न पृथक्प्रमाणत्वेनावधारणीया, अस्याः . प्रत्यक्षादिष्वेवान्तर्भावात्, पृथग् निर्देशवस्तु शिष्यबुद्धिवैशद्यार्थमेवेतिः । एवं 'नरशिर:- कपालः शुचिः, प्राण्यङ्गत्वात्, शङ्खादिवत्' इत्यादीन्यप्युदाहरणानि दृष्टव्यानि ॥ ४४ ॥
ટીકાર્ય- પ્રમાણ (જ્ઞાન) અને પ્રમેય (પદાર્થ) નો વ્યવહાર પારમાર્થિક નથી એવી શુન્યવાદી બૌદ્ધની પ્રતિજ્ઞા લોક એટલે કે લોક પ્રતીતિ વડે બાધિત થાય છે કારણ કે લોક પ્રમાણ અને પ્રમેયને સત્યપાવડે કરીને (સાક્ષાત્કાર કરીને) જ પ્રવૃત્તિ કરે છે જો તે સત્ય ન જ હોય તો કોઇની પણ કોઈ પણ વિષયમાં પ્રવૃત્તિ જ ન થાય જેમ આ પુસ્તક છે તે લઈને પઠન કરવા બેઠા જો તે સત્ જ (સત્ય) ન હોય અને આકાશપુષ્પની જેમ અસત્ જ હોય તો તેનાથી પઠન-પાઠન ન થાય જેમ આકાશપુષ્પમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ જેવું કશું જ નથી તેમ પુસ્તકમાં પણ પ્રવૃત્તિ ન થવી જોઈએ પરંતુ પ્રવૃત્તિ વિગેરે થતું
૨૩૪