________________
છે કે જો દ્રવ્યથી દ્રવ્યનાગુણ એકાંત ભિન્ન જ છે તો આ ઘટનું જ રૂપ છે પટનું નથી એવો વ્યવહાર થશે નહિ અથવા તો (ઘટનું રૂપ પટનું રૂ૫) આવો વ્યવહાર લોપાઈ જશે તો તૈયાયિકો જવાબ આપે છે કે દ્રવ્ય અને દ્રવ્યના ગુણ કે ક્રિયાને જોડનાર અમે સમવાય સંબંધ માનીશું અને તેથી એકતિ ભિન્ન હોવા છતા “આ તેનું રૂપ છે” કે “આ તેનું જ્ઞાન છે” એવો વ્યવહાર થશે ત્યારે તેની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે ર સમવાયસંવળ્યો એટલે કે સમવાય સંબંધ જોડનાર છે તેવું કહેવું બરાબર નથી સમવાય સંબંધ ક્રિયા અને ક્રિયાવાન્ વચ્ચે નિયામક છે એમ જો કહેતા હોય તો તસ્ચકવાત્ર તે તમે જે સમવાય સંબંધ કહ્યો છે તે જગતમાં એક છે. સર્વવ્યાપક છે, તેથી બન્નેને જોડેનાર સમવાય સંબંધ છે તેવા નિયામકનો અસંભવ છે જેમ સાકરમાં (દ્રવ્યમાં) ગળપણ (ગુણ) ને સમવાય સંબંધે જોડયો તે સમવાય સંબંધ સર્વવ્યાપક હોવાથી તથા એક હોવાથી લીંબડામાં, પથ્થરમાં, મીઠામાં, કેમ ન જોડાય ? અને સાકર સાથે જ શા માટે જોડાય ? કારણ કે તમેજ સમવાય સર્વવ્યાપી અને એક માનેલો છે તેથી જ ક્રિયા અને ક્રિયાવાન્ની વચ્ચે એકાંતે ભેદ કે અભેદ સ્વીકારાયે છતે ક્રિયા અને ક્રિયાવાનો ભાવ જ નાશ થઈ
જશે તેથી ભિન્નભિન્નપણું જ સ્વીકારવા યોગ્ય છે. ' વિશેષાર્થ- કર્તા એ સાધક છે, અને સ્વતંત્ર છે. ક્રિયા તે સાધ્ય છે. પરતંત્ર
છે જેમ કે દેવદત્ત લાકડા કાપે છે. દેવદત્ત કર્તા છે. તે સ્વતંત્ર કઈ રીતે? તો - દેવંદત્ત જો એકલો હોય તો કુહાડો લાકડા વિગેરે બાકીના પાંચ કારકોને પણ
ભેગા કરી શકે, જે જે ક્રિયાને યોગ્ય સામગ્રી છે તે બધાને એક જ દેવદત્ત લાવી શકે. બીજા કારક ભેગા થાય અને દેવદત્ત ન હોય તો કશું જ (છેદન ક્રિયા વિ.) ન થાય માટે દેવદત્ત સ્વતંત્ર છે બીજા કારકો પરતંત્ર છે માટે કર્તા "અને ક્રિયા, અનુક્રમે સ્વતંત્ર અને પરતંત્ર હોવાથી ભિન્ન છે. - જો ક્રિયા અને ક્રિયાવાન એકાંતે અભિન્ન જ છે તો ક્રિયા અને કર્તા એકરૂપ થવા જોઈએ જેમ કે “હું ચારિત્રવાન્ છું” જો અહિ કર્તા અને ક્રિયા એક
જ= અભિન્ન જ હોય તો, હું (કર્તા) અને ચારિત્ર આવા બે નામ શા માટે ? - તેથી કથંચિત્ ભેદ છે. પરંતુ એકાંતે ભિન્ન નથી કેમ કે ચારિત્ર જેમ મારાથી | ભિન્ન છે તેવી રીતે ગૃહસ્થથી પણ ભિન્ન જ છે. બન્નેમાં ભિન્નપણું સરખું છે
૨૧૭