________________
ટીકાર્ય- તદાભાસ એટલે કે સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ એમ અર્થ જાણવો, એનો ભાવાર્થ આ પ્રમાણે છે, ઇન્દ્રિય દ્વારા ઘટ-પટ-જળ વિગેરે પદાર્થ દેખાય છે, બાધા રહિત પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે એ જ્ઞાન સ્વ અને પરનો બોધ કરાવે છે માટે પ્રમાણ છે, પરંતુ જેમ ઝાંઝવાના જળમાં જળ ન હોય છતાં પ્રત્યક્ષ જળ જેવું દેખાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ જેવું દેખાય છે. પરંતુ પ્રવૃત્તિ આદિ કરાવતું નથી માટે પ્રમાણ નથી પરંતુ તદાભાસ છે.
ઇન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધન ભેદ દ્વારા સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારે છે તે બીજા પરિચ્છેદમાં પાંચમાં સૂત્રમાં પૂર્વે જણાવ્યું છે, તેમાં વાદળમાં જે ગંધર્વનગરનું જ્ઞાન, એટલે ઉપર આકાશમાં જોઇએ તો જુદાજુદા વિવિધ રંગી વાદળાથી આકાશ ઘેરાયેલુ હોય ત્યારે આપણને અહિંથી જોતાં એમ લાગે કે જાણે ગંધર્વનગર ન રચાયું હોય ? આવું જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયનિબંધન પ્રત્યક્ષાભાસ છે. (કારણ કે ચક્ષુરિન્દ્રિયના કારણે થયું છે.). તથા દુઃખમાં સુખનું જ્ઞાન એટલે કે સંસારની સ્થિતિ દુઃખમય છે. છતાં પણ મોહને વશ થયેલ જીવાત્મા સંસારમાં સુખ માની લે એવું જે જ્ઞાન થાય છે તે અનિન્દ્રિયનિબન્ધન પ્રત્યક્ષાભાસ છે. (કારણ કે તેમાં અનિન્દ્રિય=મનનો વિષય છે.) -
पारमार्थिकप्रत्यक्षाभासं प्रादुष्कुर्वन्ति
ઉદાહરણ સાથે પારમાર્થિકપ્રત્યક્ષાભાસ જણાવે છે.
पारमार्थिकप्रत्यक्षमिव यदाभासते तत् तदाभासम् ॥६- २९ ।
उदाहरन्ति
यथा - शिवाख्यस्य राजर्षेरसंख्यातद्वीपसमुद्रेषु સમદ્રીપસમુદ્રજ્ઞાનમ્ ॥ ૬-૩૦ ॥
સૂત્રાર્થ- પારમાર્થિક પ્રત્યક્ષની જેમ જે આભાસ કરે છે તે પારમાર્થિકપ્રત્યક્ષાભાસ કહેવાય છે, જેમ શિવનામના રાજર્ષિને અસંખ્યાત દ્વીપ અને સમુદ્રમાં સાતદ્વીપ સમુદ્રનું જ્ઞાન તે પારમાર્થિકપ્રત્યક્ષાભાસ છે.
૨૨૪