________________
ટીકાર્ય- ૧. નૈયાયિકને માન્ય સન્નિકર્ષો વિગેરે અજ્ઞાનાત્મકનું દૃષ્ટાન્ત છે. ઇન્દ્રિય અને પદાર્થના સંયોગ સ્વરૂપ સન્નિકર્ષ વિગેરે જડ હોવાથી પ્રમાણાભાસ છે પરંતુ સન્નિકર્ષ વડે આત્મામાં રહેલો જે વિષયનો બોધ (જ્ઞાન) તે પ્રમાણ છે. જેમ અજાણ્યો માણસ જેનો પરિચય હૈયામાં ન હોય તો સન્નિકર્ષ હોવા છતાં જ્ઞાન ન થાય માટે હૈયામાં રહેલું જ્ઞાન એ જ પ્રમાણ છે પરંતુ નૈયાયિકોએ માનેલા સન્નિકર્ષો અજ્ઞાનાત્મક છે તેથી પ્રમાણ નથી પરંતુ પ્રમાણાભાસ છે.
૨. મીમાંસકોએ સ્વીકારેલા અસ્વસંવિદિત જ્ઞાન એટલે અનાત્મપ્રકાશક જ્ઞાન છે તે સ્વને જણાવે નહીં એવું જે કહે તે યોગ્ય નથી માટે તે વાત પણ પ્રમાણાભાસ છે. જેમ ડોલમાં મૂકેલો દીવો બાહ્ય ઘટપટાદિ પદાર્થોને જણાવે છે અને દીવાને જણાવતો નથી એવું ક્યારેય બનતું નથી તેમ જ્ઞાન પદાર્થને જણાવે અને પોતાને ન જણાવે તેવું બનતું નથી માટે તે મીમાંસકોની વાત બરાબર નથી.
•
૩. યોગાચારવાદી બૌદ્ધે માન્ય કરેલુ છે કે જ્ઞાન માત્ર સ્વને જ જણાવનાર છે પરને નહીં જ્ઞાન પોતે જ ઘટાકારાદિ રૂપે પરિણામ પામે છે માટે જ્ઞાન જ્ઞાનને જણાવે છે પરંતુ જ્ઞાનસિવાય પર કશું છ જે નહીં આ વાત પણ પ્રમાણાભાસ છે કારણ કે જ્ઞાનના વિષયસ્વરૂપે પર પદાર્થ છે માટે તેઓની માન્યતા બરાબર નથી....
૪. બૌદ્ધે માનેલ દર્શન–નિર્વિકલ્પક તે પણ પ્રમાણાભાસ છે. કારણ કે તે નિર્વિકલ્પક પ્રવર્તક કે નિવર્તક નહીં હોવાથી પ્રમાણ નથી પરંતુ પ્રમાણાભાસ છે.
૫. વિપર્યય-સંશય અને અનધ્યવસાય જે સમારોપના પ્રકારો ભ્રમાત્મક જ્ઞાન રૂપે છે તે પણ અયયાર્થ હોવાથી અપ્રમાણ છે સન્નિકર્ષ વિગેરેનું સ્વરૂપ પ્રથમ પરિચ્છેદમાં બતાવ્યું છે તેથી અહિં તેનો વિસ્તાર કરતા નથી.
एतेषां स्वरूपऽऽभासत्वे कारणमाहुः
આ પાંચ પ્રમાણાભાસ કેમ છે ? તેનું કારણ બતાવે છે. તેભ્યઃ સ્વ-પરવ્યવસાયસ્યાનુષપત્તે: ॥ ૬-૨૬ ॥
૨૨૨