________________
થાય પરંતુ પ્રમાણ અને લનો વ્યવહાર સત્ય-પણાના સ્થાનને જ પામશે. જો પ્રમાણ અને ફળના વ્યવહારનું કાલ્પનિકપણું વાસ્તવિક સિદ્ધ કરવા માટે બીજું પ્રમાણ અકાલ્પનિક માનશો તો પ્રમાણ અને ફળને ગ્રહણ કરનાર એવા વાસ્તવિક પ્રમાણથી તો સર્વ પણ “પ્રમાણ અને ફલનો વ્યવહાર કાલ્પનિક છે” એવી તમારી પ્રતિજ્ઞા છે તેમાં વિરોધ આવશે કારણ કે એકજ સ્થાનમાં પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે કે તે સાચો છે તેને સિદ્ધ કરવા લાવેલું પ્રમાણ વાસ્તવિક સ્વીકાર્યું હોવાથી એક જ સ્થાનમાં કાલ્પનિક અને વાસ્તવિક પણું કેવી રીતે ઘટે? માટે તમે કરેલી પ્રતિજ્ઞામાં વિરોધ આવશે તેથી પ્રમાણ અને પ્રમાણના ફળનો વ્યવહાર તાત્વિક છે એ પ્રમાણે સ્વીકારવા યોગ્ય છે.
प्रस्तुतमैवार्थं निगमयन्तिततः पारमार्थिक एव प्रमाणफलव्यवहारः । સવિલનપુષાર્થસિદ્ધિહેતુઃ સ્વીકર્તવ્ય છે ૬-રર .
સૂત્રાર્થ- તેથી જ પ્રમાણ અને પ્રમાણના ફળનો વ્યવહાર પરમાર્થિક છે સકલપુરુષાર્થની સિદ્ધિના કારણભૂત છે એમ સ્વીકારવા યોગ્ય છે.
પ્રમાણ અને ફળનો વ્યવહાર સત્ય જ છે ભિન્નભિન્ન માનવા યોગ્ય છે. અને એમ માનીએ તો જ સર્વપુરુષાર્થની સિદ્ધિમાં કારણ રૂપ બની શકે છે.
પ્રમાણના સ્વરૂપ વિગેરે ચાર જણાવ્યા, તેનાથી વિપરિત છે તે આભાસ છે તે બતાવે છે.
प्रमाणस्य स्वरूपादिचतुष्टयाद् विपरीतं तदाभासम् ॥६-२३ ॥
સૂત્રાર્થ- પ્રમાણના સ્વરૂપાદિ ચારથી વિપરીત લક્ષણવાળા માનવામાં આવે તો તદાભાસ કહેવાય છે. - प्रमाणस्य स्वरूप-संख्या-विषय-फललक्षणात् स्वरूपचतुष्टयाद् विपरीतं स्वरूपाऽऽभासं, सख्याऽऽभासं विषयाऽऽभासं, फलाऽऽभासमिति स्वरूपादि-चतुष्टयाऽऽभासमित्यर्थः ॥ २३ ॥
ટીકાર્ય-પ્રમાણના સ્વરૂપ સંખ્યા-વિષય-ફલ સ્વરૂપાદિ ચારેથી વિપરીત સ્વરૂપાભાસ સંખ્યાભાસ વિષયાભાસ ફલાભાસ આ રીતે ચારેના આભાસો
૨ ૨૦ .