________________
તથા કાર્યની ઉત્પત્તિમાં કંઈક ને કંઈક વ્યાપાર કરનાર કારણોને કારણ કહેવાય છે પરંતુ ઘટની ઉત્પત્તિમાં કંઈ પણ વ્યાપાર ન કરનાર કુલાલપિતા અને તુરી વમાદિક (પટનાકારણો) પણ ઘટોત્પત્તિમાં કારણ માનવા પડે. માટે કાર્યની ઉત્પત્તિમાં જે ત્યાં વિદ્યમાન હોય અને વ્યાપારાત્મક હોય તેને જ કારણ કહેવાય પરંતુ દૂર દૂર કાળમાં અને દૂર દૂરના ક્ષેત્રમાં રહેલા, અને કાર્યની ઉત્પત્તિમાં વ્યાપારશૂન્યને કારણ કહેવાય નહીં જાગૃતદશા સંવેદન એ પ્રબોધનું અને મરણ એ અરિષ્ટનું કારણ નથી જે વ્યવહિત હોય તે કારણમાં અન્તર્ગત થાય નહીં. અહીં પૂર્વચર અને ઉત્તરચર પણ વ્યવહિત હોવાથી કારણ હેતુમાં તે બંનેનો સમાવેશ અસંભવિત છે.
ભિન્નકાળમાં રહેલા પદાર્થોનો પરસ્પર વ્યાપાર માનતા અતિવ્યાપ્તિ દોષ આવે તે કહે છે.
न च व्यवहितयोस्तयोर्व्यापारपरिकल्पनं न्याय्यम्, अतिप्रसक्तेः॥ ३-७४॥
વ્યવધાન હોતે છતે અતીત અને અનાગત કાળના પદાર્થોમાં વ્યાપારની કલ્પના કરવી તે ઉચિત નથી કારણ કે અતિવ્યામિ દોષ આવે છે.
तयो:-अतिक्रान्तानागतयोः जाग्रद्दशासंवेदन-मरणयोः ॥ ७४॥
ભૂતકાલીન જાગૃતદશાનું જ્ઞાન અને અનાગતનું મરણ તે બંનેમાં વ્યાપારની કલ્પના યુક્તિસંગત નથી કારણ કે અતિવ્યાપ્તિ આવે છે. તે જણાવે છે.
अतिप्रसक्तिमेव भावयन्तिपरम्पराव्यवहितानां परेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥ ३-७५ ॥
પરંપરાએ વ્યવહિત એવા બીજાઓની પણ તે વ્યાપારની કલ્પના દૂર કરવાને માટે અશક્ય થઈ જશે.
प्रबोधोत्पातौ प्रति व्यवहितयोर्जाग्रद्दशासंवेदन-मरणयोरपि व्यापारपरिकल्पनेऽत्यन्तव्यवहितानामतीतानागतानामकरणत्वेनाभिमतानां रावणशङ्खचक्रवर्त्यादीनामपि प्रबोधोत्पातौ प्रति व्यापारपरिकल्पनात् कारणत्वं स्यात्, तथा चानिष्टं स्यादिति भावः ॥ ७५ ॥
૧૨૩