________________
શબ્દનિષેધ પ્રધાન જ છે એમ માનવું તે પણ પૂર્વે કહેલા ન્યાયથી પંડિત થયેલું જાણવું ___ शब्दो यदि प्रधानभावेन निषेधमेवाभिदध्यात् तर्हि विधिबोधको न स्यात्, अप्रधानभावेन विधि बोधयतीति चेत्, कुत्रचित् प्रधान-भावेन बोधकत्वमन्तराऽन्यत्राप्रधानभावेन बोधकत्वासम्भवात्, तस्माद् निषेधप्रधान एव शब्दः' इति एकान्तोऽपि न समीचीन इति भावः ॥ २६ ॥
ટીકાર્ય-જો શબ્દ પ્રધાનપણે નિષેધને જ કહે છે. [આવું કહેશો તો શબ્દ વિધિને જણાવનારો નહીં થાય [આવી શંકાની સામે પ્રશ્નકાર ઉત્તર આપે છે કે] ગૌણપણીવડે વિધિને જણાવનારો શબ્દ થશે [ત્યારે તેના પ્રત્યુત્તરમાં ગ્રન્થકાર જણાવે છે કે] કોઇક સ્થાને પ્રધાનતાદ્વારા જણાવ્યા સિવાય અન્ય સ્થાને અપ્રધાનતાથી જણાવવાનો અસંભવ છે તેથી શબ્દ નિષેધપ્રધાન જ છે એવો એકાંત પક્ષ માનવો યોગ્ય નથી. : ' વિશેષાર્થ-જે જે દર્શનકારો બીજા ભાંગાને એકાંતે સ્વીકારે છે તેની સામે પણ સૂત્રોક્ત નિષેધ જાણવો. શબ્દ પદાર્થના સ-અસત્ વિગેરે સાત ધર્મોને પ્રતિપાદન કરવામાં પ્રવર્તે છે. એક પણ ભાંગાને એકાંતે શબ્દ પ્રતિપાદન કરતો નથી પરંતુ સાતેને પ્રતિપાદન કરે છે. છતાં કોઈ એકાંતવાદી કહે છે કે શબ્દ એકાંતે નિષેધને જ પ્રતિપાદન કરે તો શબ્દ દ્વારા કોઈપણ પદાર્થમાં વિધિની પ્રાપ્તિ ન જ થાય અને અનુભવસિદ્ધ વિધિની પ્રાપ્તિ પણ જણાય તો છે જ હવે જો શબ્દ ગૌણપણે વિધિને પ્રતિપાદન કરે અને મુખ્યપણે નિષેધને જ પ્રતિપાદન કરે આવું માનવામાં આવે તો પણ અઘટિત છે કારણ કે મુખ્ય ભાન સિવાય પદાર્થમાં ગૌણપણું ઘટી શકે નહીં જે પ્રથમભાગાના એકાંત પક્ષની ચર્ચા વખતે કહેવાઈ જ ગયું છે.
अथ तृतीयभङ्गैकान्तं पराकुर्वन्तिત્રીજા ભાંગાની એકાંત માન્યતાનો નિષેધ હેતુસહિત જણાવે છે. क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥ ४-२७ ॥ અનુક્રમથી ઉભય પ્રધાનતાવાળો જ શબ્દ છે એમ કહેવું તે પણ શ્રેયસ્કર
નથી,
૧૭૪