________________
કદાચ કોઈ બચાવ કરી શંકા કરે છે તે શંકા બતાવીને તેને પણ દૂર કરે છે.]
પ્રશ્ન :- નનું ત્યાં શબ્દ ભલે નિષેધને જણાવનાર થાઓ તો પણ ગૌણપણા વડે તે નિષેધને જણાવે છે એટલે કે પ્રશ્રકારનો આશય એવો છે કે શબ્દ કેવળ અસ્તિને જ જણાવે છે એમ અમે કહેતા નથી કારણ કે નાસ્તિ વિના અતિ સંભવી શકે જ નહીં પરંતુ હવે અમે એમ કહીએ છીએ કે શબ્દ સદા પ્રધાનપણે વિધિને જ જણાવે છે અને નિષેધને સદા ગૌણપણે જ જણાવે છે એ પ્રમાણે માનીશું
ઉત્તર :- આવું કહેવું તે અસારયુક્તિ રહિત છે કારણ કે નાસ્તિત્વ (નિષેધ) ક્યાંય પણ ક્યારેકપણ કોઇરીતે પણ પ્રધાનતાવડે જણાતો જ જો ન હોય તો બીજા ઠેકાણે ગૌણપણે ભાન થવાને માટે યોગ્ય બનતો નથી તેથી શબ્દ કોઇક સ્થળે મુખ્યતયા પણ નિષેધને કહે છે તેમ અંગીકાર કરવા યોગ્ય છે. તો જ બીજા ઠેકાણે ગૌણપણે કહી શકાય છે.
વિશેષાર્થ- શબ્દ તે નિષેધને જણાવે છે પરંતુ ગૌણપણે જ જણાવે છે. આવું જ્યારે એકાંતવાદી એ કહ્યું ત્યારે ગ્રન્થકારશ્રી એ દલિલનું ખંડન કરવા માટે યુક્તિ બતાવે છે કે જે વસ્તુ કોઇપણ સ્થાને પ્રધાનપણે બની હોય કે બનતી હોય તો તે વસ્તુ અન્યત્ર=બીજા સ્થળે ગૌણપણે (ઉપચાર રૂપે) બની શકે છે. જેમ કે તળાવ નદી સરોવરાદિમાં પ્રધાનપણે જ છે તો ઝાંઝવાના જળમાં અપ્રધાનપણે-ઉપચાર રૂપે જલ છે તેમ કહી શકાય છે ઉદ્યાનાદિમાં કમળે છે તો હસ્ત-કમળ મુખકમળ કે નયનકમળમાં ઉપચાર=ગૌણસ્વરૂપ બતાવી શકાય છે તેમ નાસ્તિત્વ=નિષેધ જો ક્યાંય પણ પ્રધાનપણે ન કહેવાતો હોય તો પ્રધાનપણે અજ્ઞાત એવું નાસ્તિત્વ અપ્રધાનભાવને કદાપિ પામી શક્ત નથી તેથી શબ્દ નાસ્તિને ગૌણરૂપે અને અસ્તિને પ્રધાનરૂપે જ જણાવે છે આવો એકાંતવાદ ઉચિત નથી.
इत्थं प्रथमभङ्गैकान्तंनिरस्येदानी द्वितीयभङ्गैकान्तनिरासमति-दिशन्तिશબ્દ એકાંતે નિષેધ પ્રધાન જ છે. તેવી માન્યતાનો નિષેધ જણાવે છે. निषेधप्रधान एव शब्द इत्यपि પ્રાપુવતન્યાયાપાતમ્ ! ૪-ર૬ .
૧૭૩