________________
अथ फलस्य साध्यत्वं समर्थन्तेપ્રમાણના ફળનું સાધ્યપણું બતાવતા કહે છે.... स्व-परव्यवसितिक्रियारूपाज्ञाननिवृत्त्याख्यं
નં તુ સાથ્ય, પ્રમાનિuદ્યત્વાન્ ! ૬-૨૬ . સૂાર્થ-સ્વ અને પરનો નિશ્ચય કરવામાં ક્રિયારૂપ અજ્ઞાનની નિવૃત્તિનામનું ફળ તે સાધ્ય છે. કારણ કે પ્રમાણવડે બનાવેલું હોવાથી.....
यत् प्रमाणेन निप्पाद्यं तत् साध्यं यथा-उपादानबुद्ध्यादिकं, प्रमाणेन निष्पाद्यं च स्व-परव्यवसितिक्रियारूपाज्ञाननिवृत्त्याख्यं फलं, तस्मात् तत् સાધ્યમિતિ / ૨૬
ટીકાર્થ-જે પ્રમાણ વડે બનાવેલું હોય તે સાધ્ય કહેવાય છે. જેમ કે ઉપાદાનબુદ્ધિ આદિ જે વ્યવહિત ફળ તે પ્રમાણ વડે બનાવેલા હોવાથી સાથે છે. તેમ સ્વ અને પરનો નિશ્ચયકરવાની ક્રિયારૂપ અજ્ઞાનનિવૃત્તિ નામનું અવ્યવહિતફળ પ્રમાણવડે બનાવેલું હોવાથી સાધ્ય છે.
વિશેષાર્થ-જેમ દિવાવડે અંધકાર નાશરૂપ ફળ સાધ્ય છે દિવો તે સાધન રૂપે છે. વળી અંધકાર નાશ રૂપ ક્રિયા એટલે કે અંધકાર નાશ થવાથી દિપકરૂપે પ્રગટ થયો તે દિપક સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર છે દિપક દિપકથી પોતાને જણાવે અને પરપદાર્થને પણ જણાવે છે એવી જ રીતે પ્રમાણ વડે અજ્ઞાનની નિવૃત્તિરૂપ જે ક્રિયા તે સાધ્ય છે અને પ્રમાણ તે સાધન રૂપ છે. અજ્ઞાનનિવૃત્તિ રૂપ ક્રિયા સ્વ અને પરને જણાવનારી છે, અજ્ઞાનની નિવૃત્તિરૂપક્રિયા એટલે કે અજ્ઞાનનો નાશ થવાથી આપણામાં જ્ઞાનની ઉત્પત્તિ થઈ તે જ્ઞાન સ્વ અને પરનો નિશ્ચયાત્મક છે આપણામાં રહેલું જ્ઞાન પર એવા વિષયને જણાવે છે તેથી પરને જણાવે છે અને તે પરરૂપ વિષયના જ્ઞાનને હું જાણું છું એટલે કે વિષયજ્ઞાનને હું જાણું છું એટલે સ્વને પણ જણાવે છે. તેથી તે સ્વપરનો નિર્ણય કરવાની ક્રિયા દ્વારા અજ્ઞાનનિવૃત્તિ રૂપ ફળ તે સાધ્ય છે તેમ જાણવું.
अथ प्रसङ्गतः कर्तुरपि सकाशात् प्रस्तुतफलस्य भेदं समर्थयन्तेપ્રમાતા અને કિયા તે બન્નેમાં કથંચિત્ ભેદ છે તે જણાવે છે.