________________
(અંગુલી નિર્દેશ) પ્રથમ શબલ ગાય ઉપર ત્યારબાદ શાબલેય ગાય ઉપર ત્યાર પછી બાહુલે ગાય ઉપર એમ એકેક ગાય વ્યક્તિ ઉપર જોનારની દૃષ્ટિ તિથ્ય જાણે ફરતી જતી હોય એવો ભાવ છે તેથી આ સામાન્યને તિર્યગસામાન્ય કહેવાય છે.
अथ सामान्यद्वितीयभेदं सनिदर्शनमुपदर्शयन्तिસદેષ્ટાન્ત ઉર્ધ્વતા સામાન્યનું સ્વરૂપ બતાવે છે. पूर्वापरपरिणामसाधारणं द्रव्यमूर्ध्वतासामान्य कटककङ्कणाद्यनुगामिकाञ्चनवत् ॥ ५-५ ॥
પૂર્વપરિણામ અને ઉત્તર પરિણામમાં સમાનપણે રહેનારૂં દ્રવ્ય તે ઉર્ધતા સામાન્ય છે. જેમ કડા અને કંકણમાં વર્તનારું સોનું તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય
कटकं भक्त्वा .कङ्कणे विधीयमाने पूर्वपरिणामः कटकलक्षणः, उत्तरपरिणामः कङ्कणस्वरूप: तयोः पूर्वोत्तरपरिणामयोरनुगतं यत् सुवर्णाऽऽख्यं द्रव्यं तदूर्ध्वतासामान्यमित्यर्थः ॥ ५ ॥
ટીકાર્ય- કડાને ભાંગીને કંકણ બનાવાયે છતે પૂર્વ પરિણામ કટક સ્વરૂપ અને ઉત્તર પરિણામ કંકણાત્મક તે બન્નેમાં એટલે કે પૂર્વ ઉત્તર પરિણામમાં અનુસરનારૂં જે સુવર્ણનામનું દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય છે.
વિશેષાર્થ-કોઈપણ વિવલિત એક દ્રવ્યના ક્ષણે ક્ષણે કાળક્રમે આવતા પૂર્વ પયાર્ય અને ઉત્તરપર્યાયમાં અનુસરનારું જે એક દ્રવ્ય તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. ક્રમશઃ થતા પર્યાયોમાં ત્રણેકાળમાં અનુયાયી એવો પદાર્થોશ તે - ઉર્ધ્વતા સામાન્ય છે. કટક-કુંડલ-કેયુર-કંકણ આદિ સોનાના બનાવાતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં પણ સોનું તેનું તે જ છે એવો જે ધૂવાંશ તે ઉર્ધ્વતા સામાન્ય છે “ઉર્ધ્વતા' નામ રાખવાનું કારણ એક જ દ્રવ્યના ઉપરના એટલે કે પછી પછીથી થનારા પર્યાયો એટલે કે કાળક્રમે થનારા પર્યાયોમાં આ દ્રવ્ય તેનું તેજ છે એવી એકાકારની જે પ્રતીતિ તે ઉર્ધ્વતા સામાન્ય છે. જેમ કે માટીમાંથી
સ્થા કોશ-કુશુલ-કપાલ-ઘટ-ઠીકરા વિગેરે પર્યાયો પરાવર્તન પામે છે ત્યારે તે તે નામે ઉચ્ચારણ કરાય છે છતાં તે દરેકમાં માટી દ્રવ્ય તેનું તે જ છે. આ માટી દ્રવ્ય તે ઉર્ધ્વતા-સામાન્ય કહેવાય છે.
૧૯૯