________________
(વિજ્ઞાન વ્યક્તિ છે) અને વિજ્ઞાન-શક્તિ એટલે ઉત્તર-જ્ઞાનિકાર / - ચોથતા ભાવિકાળમાં પ્રગટ થનારા જ્ઞાન પર્યાયની આત્મામાં રહેલી છે યોગ્યતા તે (વિજ્ઞાન શક્તિ) છે તે ગુણ કહેવાય છે. અને મૂળસૂત્રમાં આપેલા આદિ શબ્દથી સુખ યૌવન વિગેરે આત્મામાં સાથે રહેનારા ધર્મો પણ ગુણ કહેવાય છે. તેમ જાણવું.
અહીં સુખ યૌવન વિગેરે સામાન્યથી લઇએ તો તે ગુણ કહેવાય છે. અને પ્રતિક્ષણવર્તી લઈએ તો તે પર્યાય કહેવાય છે આ જ વાત હવે પછીના સૂત્રમાં વધારે સ્પષ્ટ જણાવાય છે.
पर्यायं प्ररूपयन्तिपर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादिः ॥५-८ ॥
ક્રમભાવી જે ધર્મ પર્યાય કહેવાય છે જેમ કે આત્મામાં સુખ અને દુઃખ વિગેરે.... “ .
सुख-दुःख-हर्ष-विषादादयो ये धर्मा आत्मनि समकालं न स्थातुमर्हन्ति किन्तु क्रमेणैव भवन्ति ते पर्यायशब्दाभिधेया इत्यर्थः ॥ ८ ॥ ..
ટીકાર્ય-સુખ દુઃખ હર્ષ વિષાદ વિગેરે જે ધર્મો આત્મામાં સાથે રહેવાને માટે યોગ્ય નથી પરંતુ ક્રમે કરીને જે થાય છે તે પર્યાય કહેવાય છે. એટલે કે આત્મામાં સુખ હોયતો દુઃખ ન હોય, યૌવન હોય તો વૃદ્ધાવસ્થા ન હોય, હર્ષ હોય તો વિષાદ ન હોય માટે ક્રમે કરીને આવનારા જે છે તે પર્યાય કહેવાય
- પ્રશ્ર - સુખ વિગેરે આત્માના ગુણો કહ્યા અને પર્યાયોમાં પણ તે જ સુખ વિગેરે ફરીથી પણ કહ્યા તો જે ગુણો તે જ પર્યાયો બન્યા બન્નેમાં તફાવત કંઈ પણ જણાતો નથી? - ઉત્તર- બન્નેમાં ફરક છે. કાળની અભેદ વિવક્ષા કરવાથી અને કાળની ભેદ વિવક્ષા કરવાથી બન્નેમાં પરસ્પર તફાવત અનુભવાય છે. જેમકે જ્ઞાનગુણ પ્રત્યેક જીવોમાં ઓછાવત્તા પ્રમાણમાં ભૂતકાળમાં પણ હતો વર્તમાન કાળમાં પણ છે. અને ભવિષ્યમાં પણ હશે જ એમ ત્રણે કાળે સામાન્યથી જીવની સાથે અભેદરૂપે વિવક્ષા કરવાથી તે “ગુણ' તરીકે કહેવાય છે અને તે જ
" ર૦૧