________________
સમજાવાય છે જેમ કે સર્વથા શૂન્યવાદી બૌદ્ધો કંઇ જ નથી એમ માને છે સર્વથા નાસ્તિની માન્યતાનું નિરસન કરવા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ‘સ્થાવસ્તિ’ એવો પ્રથમભાંગો છે તથા સર્વથા અદ્વૈતવાદી મીમાંસકો સર્વવસ્તુ “સપે” એક જ છે એમ માને છે તે અસ્તિત્વવાદીના નિરસન માટે પરદ્રવ્યાદિની અપેક્ષાએ મ્યાત્રાન્તિ એવો બીજો ભાંગો છે તેવી જ રીતે સર્વ ક્ષળિ એવું માનનારા બૌદ્ધોના ખંડન માટે સ્થાનિત્યં ભાંગો છે તથા આત્માદિ પદાર્થો નિત્ય જ છે એવું માનનારા સાખ્યો નૈયાયિકાદિના નિરસન માટે ‘સ્વાŞનિત્યં’ સ્વરૂપ જણાવ્યું છે આ રીતે અન્ય દર્શનકારો એકાંતવાદી છે માત્ર એક જ જૈન દર્શન અનેકાંતવાદી (યથાર્થવાદી) છે.
જ
अथास्यामेव सप्तभङ्योमेकान्तविकल्पान्निराचिकीर्षवः सूत्राण्याहु:શબ્દને એકાંતે વિધિપ્રધાન માનનાર પક્ષનો હેતુ સાથે નિરાસ જણાવે
છે.
विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥ ४-२२ ॥ ધ્વનિ=શબ્દ વિધિ=સત્ત્વનેજ પ્રધાન પણ કહે છે તે કથન વ્યાજબી નથી. 'शब्दः प्राधान्येन विधिमेवाभिधत्ते न निषेधम्' इति कथनं न યુતમિત્યર્થ: ॥ ૨૨ ॥ -
॥
ટીકાર્ય- શબ્દ પ્રધાનતાથી વિધાનને એટલે કે સત્ ને જ કહે છે નિષેધને કહેતું નથી આવા પ્રકારનું કથન તે યુક્તિસંગત નથી,
अत्र हेतुमाहुः -
निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ॥ ४- २३ ॥
[જો શબ્દ વિધિ જ જણાવતો હોય તો] તે શબ્દથી નિષેધ ન જ જણાવવાનો પ્રસંગ આવે....
शब्दो यदि एकान्तेन विधिबोधक एव भवेत् तर्हि तस्माद् निषेधस्य ज्ञानं कदापि न स्यात्, निषेधज्ञानं तु अनुभवसिद्धं, तस्मान्न विधिबोधक एव शब्दः किन्तु निषेधबोधकोऽपीति भावः ॥ २३ ॥
ટીકાર્ય-જો શબ્દ એકાંતે [સદાકાળ] વિધિ જ=અસ્તિત્વને જ જણાવે તો
૧૭૧