________________
૨. જ્યારે અસ્તિત્વધર્મ ઘટનો ગુણ છે એટલે કે ઘટનું ગુણપણું એ અસ્તિત્વ સ્વરૂપ છે તેમ અન્યસર્વગુણોનું પણ ગુણાત્મક સ્વરૂપ તે જ છે આ રીતે આત્મરૂપ દ્વારા અભેદ વૃત્તિ થઈ.
૩. અર્થ= આધાર જે ઘટદ્રવ્યરૂપ પદાર્થ અસ્તિત્વ નામના ધર્મનો આધાર છે. તેજ પદાર્થ અન્ય પર્યાયનો (ગુણધર્મોનો) પણ આધાર છે આ રીતે અનંત ધર્મોનું અને અસ્તિત્વનું અર્થને લઈને એકજ આધારભૂત હોવાથી અભેદવૃત્તિ છે.
૪. સબંધ=અવિષ્યગુભાવ સંબંધ જાણવો. એટલેકે તાદામ્ય-એકમેક સંબંધ અસ્તિત્વ ધર્મનો ઘટપટાદિ ધર્મીની સાથે કથંચિત્ તાદાત્મ સ્વરૂપ જે અભેદ સંબંધ છે તેજ કથંચિત્તાદાભ્ય(અભેદ) સંબંધ બાકીના અનંતધર્મોનો ધર્મીની સાથે છે આ રીતે અવિધ્વભાવનામના સંબંધની અપેક્ષાએ પણ અસ્તિત્વની અને શેષ અનંતધર્મોની અભેદવૃત્તિ થઈ.
૫. ઉપકાર=પોતાનાથી અનુરકત કરવું. અસ્તિત્વધર્મ ઘટાદિ દ્રવ્યોનો સ્વાનુરક્તત્વકરવારૂપ ઉપકાર કરે છે એટલે કે વૈશિપતિને સ્વપ્રાથવિશેષ્યજ્ઞાનનનત્વાર્થવસન' = એટલે અસ્તિત્વ પ્રકારક= વિશેષણથી યુક્ત એવા ધમી વિશેષ્ય ઘટાદિપદાર્થ છે. આ જ્ઞાન કરવામાં અસ્તિત્વનો જેમ ઘટાદિપદાર્થો પ્રત્યે ઉપકાર છે (અસ્તિત્વધર્મ ઘટપટાદિ દ્રવ્યોનું હોવાપણું જણાવવા રૂપે એટલે કે સ્વ-અસ્તિત્વરૂપ ધર્મ વડે અનુર -અનુરંજિત કરવા સ્વરૂપ એટલે કે મસ્તિત્વવાર
વિશેષ્યજ્ઞાનનન અસ્તિત્વ સ્વરૂપ વિશેષણવાળો એવા ઘટ વિશેષ્યને જ્ઞાન કરાવનાર છે તેમ) તેની જેમ અનંતધર્મો પણ પોતપોતાને ઉચિત ઉપકાર કરે છે તે ઉપકારવડે અભેદવૃત્તિ છે તાત્પયાર્થ આ પ્રમાણે છે-દરેક ગુણ દ્રવ્યના
સ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવે છે અને તેના સ્વરૂપમાં પોતાને અનુરૂપ વિશિષ્ટતા ઉત્પન્ન કરે છે આમ વિશિષ્ટતાનું નિર્માણ કરવા દ્વારા દરેક ગુણો દ્રવ્યને સ્વાનુરકત કરે છે તે જ અહીં ઉપકાર છે તેમ જાણવું
૬. ગુણી-અસ્તિત્વ નામના ગુણોનો જે ગુણી એવા ઘટપટાદિ દ્રવ્ય છે તે ગુણ સંબંધી જે ક્ષેત્ર સ્વરૂપ દેશ, અસ્તિત્વ ધર્મનો છે તેજ ક્ષેત્ર સ્વરૂપ દેશ અન્યગુણો-નો (ધર્મનો) પણ છે અર્થાત્ દ્રવ્ય સાથે સંબંધ રાખનારા
૧૮૬