________________
આ અનુમાનના હેતુમાં ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એવું વિશેષણ પિશાચ વિગેરેમાં વ્યભિચારના વારણ માટે છે. પિશાચ વિગેરે ઉપલબ્ધિ લક્ષણને પ્રાપ્ત થયા નથી એટલે કે જેમ પિશાચ આ ભૂતલ ઉપર નથી કારણ કે દેખાતો નહીં હોવાથી, આમ વ્યભિચાર આવતો હોવાથી ઉપલબ્ધિ લક્ષણ પ્રાપ્ત એવું વિશેષણ મૂક્યું છે. કેમ કે તેઓ ઉપલબ્ધિ લક્ષણને ક્યારેક પ્રાપ્ત થતા નથી માટે તેઓનો નિષેધ કરવાને માટે શક્ય નથી અહિં પ્રતિષેધ્ય એવો કુંભ (ક્યારેય) ઉપલબ્ધિ=વિદ્યમાનતા લક્ષણને પ્રાપ્ત થયો છે. પણ અત્યારે તેના સ્વભાવની અનુપલબ્ધિ છે માટે તે સ્વભાવ-અનુપલબ્ધિ હેતુ કહેવાય છે.
વિશેષાર્થ: ‘ઉપલબ્ધિ લક્ષણ પ્રાપ્ત' આ જે વાક્ય છે તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. ઉપલબ્ધિ એટલે જ્ઞાન તેનું જે લક્ષણ જ્ઞાનના કારણો. ચક્ષુરિન્દ્રિય પ્રકાશ અને ઘટ પોતે પણ કારણ છે જેમ ચક્ષુરિન્દ્રિય અને પ્રકાશ જ્ઞાનનું જનક હોવાથી ઉપલબ્ધિનું કારણ કહેવાય છે. તેમ તે ઘટાદિ પદાર્થો પોતે પણ જ્ઞાનના નિમિતભાવે જનક હોવાથી ઉપલબ્ધિના કારણ તરીકે કારણની અન્તર્ગત ગણાય છે તેથી આ રીતે જ્ઞાનની ઉત્પત્તિના કારણભાવને પામેલા એવા તે ઘટાદિ પદાર્થો દશ્ય છે = દેખાય તેવા છે સ્કૂલ અને દશ્ય હોવાથી હોય તો ઉપલંભ થવો જોઈએ પરંતુ અહીં તેનો ઉપલંભ નથી, ઘટાદિ દેખાતા નથી માટે પૃથ્વી ઉપર તે ઘટાદિ નથી અહીં ઘટનું અસ્તિત્વ તે સાધ્ય છે તેનો અવિરૂદ્ધ ' સ્વભાવ છે દશ્યત્વ-દેખાવાપણું પરંતુ તેની અનુપલબ્ધિ છે તેથી સાધ્ય એવા ઘટાદિના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી પરંતુ પ્રતિષેધ સિદ્ધ થાય છે તેથી સ્વભાવ વિંરૂદ્ધાનુપલબ્ધિ આ હેતુ જાણવો.
વ્યાપણાનુપત્નવ્યિર્થથ-નાત્ર પ્રદેશ પન:, પાપાનુપનળે. રૂ-૧૭ /
જેમ કે આ પ્રદેશમાં પનશનું ઝાડ નથી કારણ કે વૃક્ષ નહીં દેખાતા હોવાથી વ્યાપકાનુપલબ્ધિ હેતુ છે. ___अत्र प्रतिषेध्यं पनसत्वं तद्व्यापकं पादपत्वं तस्यानुपलब्धिरिति
વ્યાપલીનુપત્નશ્ચિઃ | ૨૭ / . અહીં અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય જે પનશ (વ્યાપ્ય) છે તેનું વ્યાપક વૃક્ષત્વ તેની અનુપલબ્ધિ છે તેથી (આ) વ્યાપકાનુપલબ્ધિ હેતુ કહેવાય છે.
૧૩૫