________________
ટીકાર્ય :- અર્થનો બોધ કરાવવાપણું આ શબ્દનું સ્વાભાવિક એટલે કે સહજસ્વરૂપ છે, પરંતુ શબ્દ દ્વારા કરાવાયેલા તે અર્થબોધમાં યથાર્થતા છે કે અયથાર્થતા છે, તે પુરૂષના ગુણ દોષને અનુસરે છે. જો પ્રતિપાદન કરનાર પુરૂષ સમ્યગ્ જોનાર, દયાળુ અને સત્યવક્તા હોય તો ત્યારે તેને જણાવેલો શબ્દ યથાર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને અન્યથા એટલે મિથ્યા જોનારો [ભ્રાન્તદર્શી] કે કરૂણા વિનાનો કે ઠગનારો મિથ્યાભાષી વક્તા હોય તો તેના દ્વારા બોલયેલ શબ્દ અયથાર્થજ્ઞાનને પ્રગટ કરે છે.
વિશેષાર્થ :- દીપક જેમ સ્વતઃ પ્રકાશ કરે છે, પ્રકાશ કરવો એ દીપકનું સ્વાભાવિક સ્વરૂપ છે તેમ અર્થબોધ કરાવવો એ શબ્દોનો સ્વાભાવિક સ્વભાવ . છે પરતું દીપક સહજ પ્રકાશ આપતો હોવા છતાં પણ કમળાનો રોગવાળો કે નિસ્તેજ ચક્ષુવાળો પુરૂષ દોષની હાની-વૃદ્ધિ પ્રમાણે સ્પષ્ટ કે અસ્પષ્ટ કે વિપરીત જુએ છે અને ચક્ષુના ગુણવાળો પુરૂષ યથાર્થ જોઇ શકે છે તેવી જ રીતે શબ્દ વડે અર્થબોધ કરાવવાનું સ્વાભાવિક સામર્થ્ય હોવા છતાં પણ તે સત્ય અર્થ છે કેઅસત્ય અર્થ તે વાત પ્રતિપાદક વક્તામાં રહેલી શુદ્ધિ અને અશુદ્ધિ ઉપર આધાર રાખે છે, એટલે કે પુરૂષગત ગુણો અને દોષની અપેક્ષા રાખે છે જો વક્તા સાચી દૃષ્ટિવાળો અને પવિત્ર હૃદયવાળો હોય તો તેના વડે કરાતી અર્થપ્રતીતિ યથાર્થ છે અને જો વક્તા વિપરીત દૃષ્ટિવાળો ઠગ હૃદયવાળો હોય તો તેના દ્વારા કરાતી અર્થની પ્રતીતિ મિથ્યા છે તેમ જાણવું.
સાચી દૃષ્ટિવાળો વક્તા હોય તો રજત વગેરેને જોઇને તેને બરાબર ઓળખીને તે જ જણાવવાના ભાવથી રત્નતમિવમ્ સુવમિમ્ સર્વાંગ્યમ્ એજ પ્રમાણે બોલે છે પોતે વસ્તુને સાચી દેખીને અને ઓળખીને એ રીતે જ પવિત્રહૃદયથી જેમ છે તેમ જણાવવા બોલે છે માટે યથાર્થ છે પરંતુ અવળી દૃષ્ટિવાળો પુરૂષ પોતાને બરાબર ન દેખાયું ન સમજાયું હોવાથી અથવા બરાબર દેખાયુ કે સમજાયુ હોવા છતાં પણ બીજાને છેતરવાની બુદ્ધિ હોવાથી છીપમાં રત્નમિવમ્ પીત્તળમાં સુવઽમિતમ્ રજ્જામાં સર્વાંગ્યમ્ ઇત્યાદિ બોલે છે માટે અયથાર્થ છે આરીતે પુરુષગત ગુણ દોષને લઇને શબ્દ યથાર્થઅયથાર્થ અર્થને જણાવનાર બને છે.
૧૫૪