________________
અભેદવૃત્તિ તથા અભેદ-ઉપચારનો આશ્રય કરવામાં ન આવે તો એક ધર્માત્મક વસ્તુ વિષયક બોધને ઉત્પન્ન કરનારૂં જે વાક્ય તે વિકલાદેશ કહેવાય
' વિશેષાર્થ : આ સપ્તભંગી કેવળ વાજાળ નથી પરંતુ વસ્તુમાત્રનું ઉંડામાં ઉંડુ સચોટજ્ઞાન શબ્દદ્વારા પ્રતિપાદન કરવું હોય તો સપ્તભંગી સિવાય અસંભવિત છે આ સપ્તભંગીમાં એકના એક પદાર્થ વિષયક તથા તે દરેક પદાર્થના એકેક ધર્મવિષયક પ્રતિપાદન આ સાતપ્રકારે થાય છે આ સાન્તાક્યનો સમુદાય તે સપ્તભંગી છે. કારણ કે એક જ વસ્તુ કે તેના એક જ ધર્મવિષયક વ્યસ્ત કે સમસ્ત વિધિ અને નિષેધની યોજનાથી વધુ કે ઓછા વિકલ્પો સંભવતાં નથી પણ સાતજ વિકલ્પો સંભવે છે તેથી વચનરચના સાતપ્રકારે જ સંભવે છે.
મૂળસૂત્રમાં ‘સપ્તભંગી'ની વ્યાખ્યા સમજાવતા (૧) પન્ન વસ્તુનિ (૨)
ઘર્ષપર્વનુયોગાવશાત (૩) વિરોધેન (૪) થાત ઇત્યાદિ પદો સપ્રયોજન છે એટલે કે જો ઘટ-પટ આદિ કોઇપણ વિવક્ષિત એકવસ્તુવિષયક વિધિનિષેધના પ્રશ્ન સંબંધી ઉત્તરની વાત કરીએ તો અને ભિન્ન ભિન્ન અનેક વસ્તુને આશ્રયી વિધિ-નિષેધના પ્રશ્ન સંબંધી ઉત્તરની વાત જ કરીએ તો વિવિધ વસ્તુ સેંકડો હોવાથી તેના સંબંધી પ્રશ્નો અને ઉત્તરો પણ સેંકડો થવાથી સપ્તભંગીને બદલે શતભંગી સહસ્ત્રભંગી આદિ થઇ જવાનો પ્રસંગ આવે માટે મૂળસૂત્રમાં ત્ર-વસ્તુનિ એવો શબ્દપ્રયોગ કરેલો જાણવો.
તેમજ ઘટપટાદિ વિવક્ષિત પદાર્થ એક જ હોય પરંતુ વિવક્ષિત પદાર્થમાં પણ અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, એમ એકેક ધર્મવિષયક પ્રશ્નોના ઉત્તરની વાત જો ન કરીએ તો તે જ વિવક્ષિત એક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંતધર્મો છે તેવા પ્રકારના અનંતધર્મો સંબંધી પ્રશ્નોની અને ઉત્તરોની વાત કરીએ તો અનંતધર્મો હોવાથી “અનંતભંગી' થઈ જાય પરંતુ સપ્તભંગીનો નિયમ રહે નહીં તેથી અનંતભંગીના પ્રસંગની રૂકાવટ માટે મૂળસૂત્રમાં પ થર્મપર્વનુયોગવશાત્ પદ મુકેલુ જાણવું.
પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણોથી વિરૂદ્ધ એવા અસ્તિત્વ કે નાસ્તિત્વના એકાન્તવાદોમાં એકાંતે વિધિની અને એકાંતે નિષેધની કલ્પનાવડે પ્રવર્તમાન વાક્ય પ્રયોગોને સપ્તભંગીની પ્રાપ્તિ આવી ન જાય તેના માટે મૂળસૂત્રમાં ‘વિરોધેન' શબ્દનું પ્રતિપાદન છે.
૧૬૦