________________
અને નિષેધ, તથા એકીસાથે વિધિ અને નિષેધ ધર્મોની કલ્પનાવડે કથંચિઅસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયપ્રધાનથી યુક્ત અવક્તવ્યરૂપ છે. - આ પ્રમાણે વસ્તુનેવિષે દરેક પર્યાયને આશ્રયીને સાતપ્રકારના સંશયના વિષયભૂત ધર્મો વિદ્યમાન હોવાથી ઘટ શું છે કે નહીં ? એ પ્રમાણે કથંચિત્ સત્ત્વ અને સર્વ પ્રકારે સત્ત્વ, તથા કથંચિત્ સત્ત્વ અને સર્વથા અસત્ત્વ, એમ વિરૂદ્ધ બે પ્રકારનાં સંશયો પ્રગટ થાય છે તથા સંશયવડે ઘટમાં વાસ્તવિકસત્વના નિર્ણય માટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તેથી શું ઘડો કથંચિત્ વિદ્યમાન છે જ? એવો પ્રશ્ન પ્રવર્તે છે તેવા પ્રકારના પ્રશ્નના વશથી પ્રતિપાદન કરનાર (કર્તાને) પ્રતિપાદનની (જણાવવાની) ઇચ્છા થાય છે. ત્યારપછી તે જણાવે છે તેથી પ્રશ્નોના ઉત્તર સાત જ વર્તતા હોવાથી આ પ્રમાણે સાત પ્રકારના જ (ભાંગા) સ્વીકાર્ય થાય છે.
આ સપ્તભંગી પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગીના ભેદ વડે બે પ્રકારે છે. તેમાં દરેકભાંગે સકલાદેશના સ્વભાવવાળી પ્રમાણસમભંગી અને દરેકભાગે વિકલાદેશના સ્વભાવવાળી નયસભંગી છે.
એકધર્મ જણાવવા દ્વારા અમેદવૃત્તિથી અથવા અભેદ-ઉપચારથી સમસ્તધર્માત્મક વસ્તુના વિષયને બોધ કરાવનારૂં જે વાક્ય તે સકલાદેશ છે એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણદ્વારા જાણેલી અનેકધર્માત્મક વસ્તુમાં ધર્મ અને ધમીના અભેદભાવની પ્રધાનતાથી અથવા અભેદભાવના ઉપચારથી એકસાથે પ્રતિપાદન કરનાર જે વચન તે સકલાદેશ કે પ્રમાણવાક્ય. કહેવાય છે. આ પ્રશ્ન : અમેદવૃત્તિવડે ક્યાં પ્રતિપાદન કરાય છે અભેદોપચારવડે ક્યાં જણાય છે ?
ઉત્તર : દ્રવ્યાર્થિકનયનો પક્ષ અંગીકાર કરાય છતે સર્વપર્યાયો દ્રવ્યસ્વરૂપે છે ચાયૅવ પટ: એ પ્રમાણેનું વાક્ય અસ્તિત્વસ્વરૂપ' એકધર્મનું પ્રતિપાદન કરવા દ્વારા તેવા સ્વરૂપ સમસ્તધર્માત્મક વસ્તુને અમેદવૃત્તિથી પ્રતિપાદન કરે છે. (દ્રવ્યને દ્રવ્યદ્વારા જણાવવામાં આવે તો તે અમેદવૃત્તિ છે કારણ કે દરેક દ્રવ્યમાં દ્રવ્યનો અભેદ છે) તથા જે પર્યાયાર્થિકનયનો માર્ગ સ્વીકારે છે તે સર્વ પર્યાયો પરસ્પર ભિન્ન ભિન્ન હોવાથી એક શબ્દ દ્વારા અનેક અર્થ જણાવવામાં સામર્થ્યનો અભાવ હોવાથી અભેદ ઉપચાર વડે અનંતધર્માત્મક વસ્તુ જણાવે છે.
૧૫૯