________________
સિદ્ધ કરવા કહે છે, તેજ આ ગકાર છે એમ પ્રત્યભિજ્ઞાન પ્રમાણ દ્વારા જણાવે છે તેમનું કહેવું છે કે પહેલા મારા વડે જે ગકાર બોલાયેલો હતો તે ગકાર નિત્ય ન હોય તો જ્યારે બીજીવાર તે વર્ણ બોલાય ત્યારે પ્રથમ વખતનો તે બોલાયેલ ગકાર સર્વથા નષ્ટ થઇ ચૂકેલો હોય તો “તે જ આ ગકાર છે” એમ કેવી રીતે બોલાય, અને જગતમાં આ પ્રમાણે બોલાય તો છે જ માટે પૂર્વોચ્ચારિત વર્ણ નષ્ટ થતો નથી તેથી નિત્ય છે, આવું મીમાંસકો માને છે.
હવે ગ્રન્થકારશ્રી જણાવે છે કે, પ્રત્યભિજ્ઞાનના બળથી પણ તમે વર્ણોમાં નિત્યત્વ સિદ્ધ કરી શકશો નહીં, કારણ કે આ પ્રત્યભિજ્ઞા “તે આ દીપમાલા છે, તે જ આ ઔષધ છે.” ઇત્યાદિ સજાતીય વિષયમાં ભ્રાન્ત છે, એટલે કે પ્રત્યભિજ્ઞા જે વસ્તુ કચિત્ અનિત્ય હોય ત્યાં જ સંભવી શકે છે, જે વસ્તુ એકાન્તનિત્ય સ્વરૂપવાળી છે ત્યાં “તે અને આ” એમ બે શબ્દોના પ્રયોગવાળી પ્રત્યભિજ્ઞાનો પ્રયોગ સંભવતો નથી કારણ કે ‘તે’ ભૂતકાળવાચી હોવાથી સ્મૃતિસૂચક છે ‘આ’ શબ્દ વર્તમાનકાળવાચી હોવાથી પ્રત્યક્ષસૂચક છે. હવે જો પદાર્થ અનિત્ય (પરિણમનશીલ) ન જ હોય તો તેને વિષે “તે અને આ” એમ બે પ્રયોગ કેવી રીતે ઘટી શકે? કારણ કે તે જ આ ગકાર છે તેમાં પણ કાળને આશ્રયીને ર્પોરેવર્તન હોવાથી કથંચિત્ અનિત્યતા જ છે પરંતુ એકાન્તે નિત્ય નથી “તે આ દીપમાલા અને તે જ આ ઔષધ છે.’’ તે પણ કથંચિત્ અનિત્યમાં ઘટી શકે છે. માટે વર્ણ નિત્ય જ છે એવું એકાન્તે નહીં ઘટે.
એ જ પ્રમાણે નૈયાયિકોએ શબ્દને આકાશનો ગુણ માન્યો છે, ગ્રન્થકારશ્રી તેનું ખંડન કરતાં અનુમાન જણાવે છે, ‘શબ્દો ન માનવુળ: અસ્માવિપ્રત્યક્ષવાત્ સ્વપાવિત્' જે જે આપણી ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષના વિષય બને છે તે તે આકાશના ગુણરૂપે નથી જેમ કે રૂપ-૨સ-ગંધ-સ્પર્શાદિ ગુણો આકાશના ગુણો નથી-તેમ શબ્દ પણ શ્રોત્રેન્દ્રિયજન્ય આપણા પ્રત્યક્ષનો વિષય હોવાથી
આકાશનો ગુણ નથી ભાષાસ્વરૂપ એક દ્રવ્ય છે તેથી દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે માટે શબ્દને નિત્યાનિત્ય માનવા યોગ્ય છે.
શબ્દનું પૌદ્ગલિક-પણું સિદ્ધ કરતું અનુમાન બતાવે છે. વળ: પૌદ્ગનિનઃ મૂર્ત્તિત્ત્તાત્ પૃથિવ્યાતિવત્ વર્ણ છે તે પૌદ્ગલિક છે, કારણ કે મૂર્તિમાનૢ (રૂપી) હોવાથી પૃથ્વી વિગેરેની જેમ અહીં જે મૂત્તિમત્વ હેતુ કહ્યો તે હેતુ અસિદ્ધ નથી
૧૪૯