________________
જો અર્થ સંવેદન તે આગમ છે તો પછી આપ્તવચનને સિદ્ધાન્તકારો, આગમ તરીકે પ્રસિદ્ધ શા માટે કરે છે? એવી શંકાનું સમાધાન કરતા કહે છે.
૩પવાવાતવરનં | ૪-૨ . ઉપચારથી આસપુરૂષનું વચન તે આગમ કહેવાય છે.
ननुयदि आप्त वचनादुत्पन्नं ज्ञानमागमशष्देनाभिधीयते तर्हि आप्तवचने कथमागमशब्दप्रयोगः ? इत्याशङ्कयाहुः-उपचारादिति.
अयं भावः प्रतिपाद्यगतज्ञानस्य कारणमाप्तवचनमिति कारणे आप्तवचने कार्योपचाराद् आप्तवचनेऽपि आगमशब्दप्रयोगः ॥ २ ॥
ખરેખર જો આHપુરૂષના વચનથી ઉત્પન્ન થયેલા અર્થબોધને જ જો આગમ શબ્દ વડે કહેવાતું હોય તો, આપ્તપુરૂષના વચનોમાં આગમ શબ્દનો પ્રયોગ થાય છે તે કેમ કહેવાય ? એવી શંકાનો પ્રત્યુત્તર આપતા આ સૂત્રમાં કહે છે કે - "
ઉપચારથી પ્રામાણિક પુરૂષનું વચન આગમ છે. તેનો ભાવ આ પ્રમાણે છે, વક્તા જ્યારે વચન ઉચ્ચાર કરે છે ત્યારે તે વચનથી શ્રોતાને જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે વક્તાનું બોલાયેલું વચને પ્રતિપાદ્ય-શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. માટે કારણ સ્વરૂપ એવા આસપુરૂષના વચનમાં કાર્યનો (શ્રોતાના જ્ઞાનનો) ઉપચાર કરવાથી આતવચનમાં પણ આગમ શબ્દનો પ્રયોગ થાય છે.
વિશેષાર્થ :- વાસ્તવિક રીતે તો શ્રોતાના હૃદયમાં રહેલું જ્ઞાન જ જ્ઞાનાત્મક હોવાથી વ્યવસાયિજ્ઞાન પ્રમાણમ્ આ સૂત્રના આધારે આગમ પ્રમાણ કહેવાય છે, તો પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આપવચન એ જ્ઞાન ન હોવા છતાં ભાષાવર્ગણાના પુદ્ગલમાત્ર હોવાથી, જડ હોવા છતાં, શ્રોતાના જ્ઞાનનું કારણ હોવાથી, આપ્તવચનને આગમ કહેવાય છે. શ્રોતાના હૃદયમાં જ્ઞાનપ્રગટ કરવા કરાવવાનો આHવચન અનન્ય ઉપાય છે એમ સમજાવવા માટે આ ઉપચાર કરેલો છે
उदाहरन्तिપ્રામાણિક પુરૂષના વચનોના બે ઉદાહરણ જણાવે છે. समस्त्यत्र प्रदेशे रत्ननिधानं, सन्ति रत्नसानुप्रभृतयः।४-३।
૧૪૨