________________
હિ = જેથી આપ્તપુરૂષનું વચન અવિસંવાદિ એટલે કે સફળ એવી પ્રવૃત્તિને ઉત્પન્ન કરનારું છે તેથી આમ કહેવાય છે.
વિશેષાર્થ- આ આગમ પ્રમાણમાં શબ્દ દ્વારા વસ્તુનો બોધ થાય છે તો તે શબ્દનો પ્રરૂપક પોતે બરાબર પદાર્થનો જાણકાર હોય પરંતુ અજ્ઞાત ન હોય અને જાણકારી પ્રમાણે કોઈ પણ પ્રકારના સ્વાર્થને રાખ્યા વગર યથાવસ્થિત પદાર્થને કહેનાર હોય, તો તે પ્રામાણિક પુરૂષ કહેવાય છે અને જે યથાર્થ વસ્તુનો જાણકાર હોય, જાણ્યા પ્રમાણે કથન કરનાર હોય તો તેનું વચન વિસંવાદ વિનાનું હોય છે, કારણ કે જે મૂઢ (અજ્ઞાની) હોય અને વંચક (અયથાર્થ કહેનાર) હોય તો તેના વચનમાં વિસંવાદ સંભવે છે તેથી આપ્તપુરૂષો અવિસંવાદી વચનવાળા છે તેમ જાણવું
આપ્તમેવો વળયન્તિ—
આપ્તના પ્રકારો તથા ઉદાહરણ જણાવે છે.
स च द्वेधा लौकिको लोकोत्तरश्च ॥ ४-६ ॥
तावेव वदन्ति
लौकिको जनकादिर्लोकोत्तरस्तु तीर्थकरादिः ॥ ४-७ ॥ તે આપ્તપુરૂષ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે, પિતા વિગેરે લૌકિક અને તીર્થંકર વિગેરે લોકોત્તર આપ્તપુરૂષ કહેવાય છે.
अत्राऽऽहुर्मीमांसकाः- नहि पौरुषेयस्याऽऽगमस्य प्रामाण्यं भवितुमर्हति, भ्रमप्रमादादिदोषसुलभत्वात् पुरुषस्य, न च स्वर्गाद्यतीन्द्रियवस्तुदर्शित्वं कस्यापि सम्भवति येन तदंशे तद्वचनस्य, प्रामाण्यं भवेत्, तस्मादपौरुषेयो वेद एवागमप्रमाणत्वेनाङ्गीकरणीयः, न च वेदेऽपौरुषेय त्वमसिद्धं, 'वेदोऽपौरुषेयः संप्रदायाऽव्यवच्छेदे सत्यस्मर्यमाणकर्तृकत्वात्' इत्यनुमानेन तत्र तस्य सिद्धत्वादिति ।
तदतितुच्छम्, द्वितीयपरिच्छेदे सर्वथा दोषासंस्पृष्टस्य सकलार्थदर्शिनः पुरषधौरेयस्य सर्वज्ञस्य प्रसाधितत्वात्, तद्वचनप्रामाण्ये बाधकाभावात् यदुक्तं - " अपौरुषेयो वेद एव आगमप्रमाणत्वेनाङ्गीकरणीयः" इति तदपि न युक्तम्, वेदस्य वर्णात्मकत्वात्, वर्णानां पुरुषप्रयत्नजन्यत्वात् भारतादिवत्
૧૪૪