________________
હોય છે, માટે તેના વચન ઉપર વિશ્વાસ ન બેસી શકે તેથી સ્વર્ગ મોક્ષ વિગેરે અતીન્દ્રિય પદાર્થોને જોનારો કોઇ પણ વ્યક્તિ સંભવતો નથી કે જેથી કરીને તે અતીન્દ્રિય પદાર્થોમાં તેના વચનની પ્રમાણતા આવે તેથી વેદો અપૌરુષેય છે અને તે વેદો જ આગમપ્રમાણ તરીકે સ્વીકારવા યોગ્ય છે, વળી વેદમાં અપૌરુષેયપણું અસિદ્ધ નથી અર્થાત્ સિદ્ધ છે તે આ પ્રમાણે-વેઃ પૌરુષેય: સંપ્રાયાવ્યવછેરે યમર્યમાતૃત્વતિ આવા પ્રકારનાં અનુમાનવડે તત્ર = વેદમાં, તસ્ય = અપૌરુષેયપણું સિદ્ધ કર્યું છે.
' ઉત્તરપક્ષઃ - તે મીમાંસકોએ જણાવેલી વાત અત્યંત વ્યર્થ છે, કારણ કે બીજા પરિચ્છેદમાં જ સર્વપ્રકારે દોષોને નહીં સ્પર્શલા અને સકલ પદાર્થોને. જોનારા પુરૂષોમાં અગ્રેસર એવા સર્વશને સિદ્ધ કર્યા છે. [દ્ધિ. પરિ. સુ.ર૪૨૫-૨૬] તેમના વચનમાં પ્રમાણતા માનવામાં કંઈ બાધક છે જ નહીં એટલે કે સર્વજ્ઞ પ્રમાણથી અવિરોધી વાણીવાળા છે, તથા જે મીમાંસકોએ કહ્યું કે “અપૌરુષેય એવા વેદ જ આગમ પ્રમાણ વડે સ્વીકારવા યોગ્ય છે.” તે પણ તેઓનું કહેવું યોગ્ય નથી કેમ કે વેદો વર્ણસ્વરૂપે છે એટલે કે કોઈ પણ વક્તા વડે ભાષારૂપે બોલાયેલાં જે પદો તથા વાક્યોની વિશિષ્ટ રચના તે વર્ણાત્મક કહેવાય જો વેદો વર્ણાત્મક છે તો પુરૂષના પ્રયતથી જ ઉત્પન્ન થયેલા છે, તેથી મહાભારત [ભરત નાટક] વિગેરે ગ્રન્થોની જેમ તે વેદોનું પણ પૌરુષેયપણું સિદ્ધ થાય છે કારણ કે પુરૂષના પ્રયત વિના ઉત્પન્ન થતાં વર્ણસ્વરૂપ શબ્દો કોઇના વડે ક્યાંય ઉપલબ્ધ થતાં નથી.
વળી જે મીમાંસકોએ વેદમાં અપૌરુષેયની સિદ્ધિ કરવા માટે સંપ્રતાથીવ્યવછેરે સત્યર્થનાવવાંત એવો હેતુ અનુમાનમાં સ્થાપન કરેલ છે તે પણ “વિશેષ્યાસિદ્ધિ” નામના દોષથી દૂષિત હોવાથી પોતાના સાધ્ય એવા અપૌરુષેયને સિદ્ધ કરવાને માટે સમર્થ નથી કેમ કે હેતુમાં વિશેષ્ય જે સર્વ-માતૃવત્ એટલે કે જેનો કોઈ કર્તા સ્મરણમાં આવતો નથી આવું જે તમે કહ્યું છે તેમાં વેદાત્તિઓ વડે જ તથા નિયાયિકાદિ વડે વેદના કર્તા ઈશ્વર તરીકે સ્મરણ કરેલા છે, તથા યુક્તિથી પણ જે જે શાસ્ત્રી વાક્યરચનારૂપ હોય અને વ્યવસ્થિત અર્થવાળા હોય તો તેનો કોઈને કોઈ કર્તા હોય જ આવા તર્કથી પણ તેનો કર્તા છે તેથી તમારો હેતુ વિશેષ્યાસિદ્ધિ નામના દોષવાળો છે માટે અપૌરુષેય એવા સાધ્યની સિદ્ધિ નહીં થાય.
૧૪૬