________________
जाग्रद्दशासंवेदन-प्रबोधयोर्मरणारिष्टयोश्च कार्य-कारणभावो न सम्भवति तयोरत्यन्तव्यवहितत्वेन व्यापाराभावात्, नहि निर्व्यापारमपि कारणं भवति, निर्व्यापारस्यापि कारणत्वेऽङ्गीक्रियमाणे सर्वं सर्वं प्रति कारणं भवेत् ॥७२॥
નનુ”- વર્તમાનકાળે સુઈને ઉડ્યા પછી થનાર જ્ઞાન તરફ પૂર્વે અનુભવેલું એવું જાગૃતદશાનું જે જ્ઞાન છે તે, તથા એવી જ રીતે વર્તમાનકાળે ધ્રુવતારાનું અદર્શનાદિરૂપ જે અરિષ્ટ (અમંગલ) પ્રત્યે અનાગતના મરણનું કારણપણું દેખાતું હોવાથી કાળના વ્યવધાનમાં પણ કાર્ય-કારણભાવ થાય છે એ પ્રમાણે કહેતા બૌદ્ધનું ખંડન કરવા માટે તે વાત જોતિ પૂર્વોક્ત સૂત્ર ગ્રંથકાર કહે
જાગૃતદશાનું સંવેદન તથા પ્રબોધનવિષે અને મરણ તથા અરિષ્ટ વચ્ચે કાર્ય-કારણભાવ સંભવતો નથી તે બંને કાર્ય-કારણમાં અત્યત વ્યવધાન હોવાના કારણે વ્યાપારનો અભાવ છે અને જે વ્યાપારવિનાનું હોય છે કારણ બનતું નથી અને જો વ્યાપારરહિતને પણ કારણપણે સ્વીકારીએ તો સર્વની પ્રત્યે સઘળાંય કારણો થઈ જાય.
વિશેષાર્થ કાર્ય-કારણભાવ દર્શાવવા દ્વારા અહીં બૌદ્ધ પૂર્વચરને અલગ માનવા તૈયાર નથી તેની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે કારણ તે જ કહેવાય કે જે કાર્યની ઉત્પત્તિમાં વ્યાપારાત્મક ધ્યેય જેમ કુંભાર ઘટની ઉત્પત્તિમાં કાર્ય કરે છે તો ઘટનું કારણ કુંભાર કહેવાય છે. પરંતુ અહીં ભૂતકાલીન જાગૃતદશામાં થયેલું જ્ઞાન કાલાન્તરે થનારા પ્રબોધશાનમાં અને ભવિષ્યકાલીન મરણ ધ્રુવતારાદને ન દેખાવા સ્વરૂપ અરિષ્ટમાં વ્યાપારરૂપ નથી માટે તે બંને વચ્ચે કાર્ય-કારણભાવ જ નથી કાળનું વ્યવધાન ઘણું હોવાથી નિર્ચાપારતા છે તેથી તે બંનેને કારણહેતુ ન માનતાં પૂર્વચર અને ઉત્તરચરહેતુ રૂપે અલગ માનવી જોઇએ.
પ્રશ્ન : ભૂતકાલીન જાગૃત અવસ્થાનું જ્ઞાન પ્રબોધમાં, અને ભવિષ્યકાલીન મરણ એ અરિષ્ટ વિગેરેની ઉત્પતિમાં વ્યાપારરૂપ હોય છે એમ માનીએ તો શું વાંધો આવે ?
ઉત્તર : જે નાશ થઈ ગયું છે, કે જે ઉત્પન્ન હજુ થયુ નથી તે અવિદ્યમાન અથવા અસત્ છે તે કોઈપણ કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર ન કરી શકે અને
૧ ૨૧