________________
(સાધર્મદૃષ્ટાન્ત એટલે અન્વયવ્યાપ્તિ) અથવા જે જે અનિત્ય નથી તે તે પ્રયતજન્ય નથી જેમ કે વન્ધ્યાપુત્ર (વૈધર્મદૃષ્ટાન્ત એટલે કે વ્યતિરેક વ્યાપ્તિ) શબ્દ એ પ્રયતજન્ય છે (ઉપનયવાક્ય) તેથી પરિણતિમાન છે (નિગમન વાક્ય) આ પ્રમાણે વ્યાપ્યની (સ્વભાવહેતુની) સાધ્યની સાથે અવિરુદ્ધ-ઉપલબ્ધિતા સાધર્મ્સ અને વૈધર્મદંષ્ટાન્ત દ્વારા (પંચઅવયવી વાક્ય દ્વારા) સિદ્ધ થઇ.
अत्र परिणतिमत्त्वेन साध्येनाविरुद्धस्य प्रयत्नाऽन्तरीयकत्वस्य व्याप्यस्योपलब्धिर्वर्तते इति व्याप्याविरुद्धोपलब्धिः । यद्यपि धूमादिस्वरूपकार्यादिहेतुनामपि साध्यव्याप्यत्वं वर्तते तथापि तादृशव्याप्यत्वं नेह विवक्षितं अपि तु कथञ्चित्साध्येन सह तादात्म्येन स्थितस्य प्रयत्नानन्तरीयकत्वादेः स्वरूपमेव व्याप्यत्वेन विवक्षितं अत एवेयं स्वभावोपलब्धिरित्यप्युच्यते ॥ ७७ ॥
આ અનુમાનમાં ‘પરિણતિમાન્’ સાધ્યની સાથે અવિરૂદ્ધ ‘પ્રયતાનન્તરીયકત્વ’ રૂપ વ્યાપ્ય હેતુની ઉપલબ્ધિ વર્તે છે. તેથી તે વ્યાપ્યાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે (જે અધિક દેશમાં રહે તે વ્યાપક અને,જે ન્યૂનદેશમાં રહે તે વ્યાપ્ય) જો કે ધૂમાદિસ્વરૂપ કાર્યાત્મક હેતુઓમાં પણ સાધ્યનું વ્યાપ્યપણું વર્તે છે. તો પણ તેવા પ્રકારનું વ્યાપ્યપણું અહીં વિવક્ષિત નથી પરંતુ કંચિત્ સાધ્યની સાથે તાદાત્મ્યથી રહેલું પ્રયત્નાનન્તરીકત્વ હેતુનું સ્વરૂપ જ વ્યાપ્યપણાવડે વિવક્ષિત છે આથી સ્વભાવ-ઉપલબ્ધિ કહેવાય છે.
अथ कार्याऽविरूद्धोपलब्ध्यादीनुदाहरन्ति - કાર્ય-અવિરુદ્ધ-ઉપલબ્ધિનું ઉદાહરણ જણાવે છે. अस्यत्यत्र गिरिनिकुञ्जे धनञ्जयः, धूमसमुपलम्भात् इति कार्यस्य ॥ ३७८ ॥
અહીં આ પર્વતની ગુફામાં અગ્નિ છે. કારણ કે (અગ્નિનું કાર્ય એવો) ધૂમ દેખાય છે આ કાર્યાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે.
अत्र साध्येन वह्निनाऽविरुद्धस्य कार्यस्य धूमस्योपलब्धिर्वर्तते इति વ્હાર્યાં-વિરુદ્ધોપલબ્ધિ: ॥ ૭૮ ॥
અહીં અનુમાનમાં સાધ્ય એવા વહ્નિની સાથે અવિરોધી એવા કાર્ય ધૂમની ઉપલબ્ધિ છે માટે તે કાર્યાવિરુદ્ધોપલબ્ધિ હેતુ કહેવાય છે.
૧૨૬