________________
अत्र पक्षीकृतविषयाद् देशादन्यत्र पाकस्थाने साधनस्य धूमस्य साध्येन वह्निना सह व्यार्तिवर्तते, अतो बहिर्व्याप्तिशब्देनोच्यते ॥ ३८-३९ ॥
પદાર્થ અનેકધર્મવાળો છે કારણ કે સત્યણાની તે જ પ્રમાણે ઉપપત્તિ હોવાથી, આ અનુમાનમાં વસ્તુમાત્ર (સર્વે પદાર્થો) પક્ષરૂપે કરાયેલ હોવાથી પદાર્થના વિષયમાં જ સાધન એવા સત્ત્વની સાધ્ય એવા અનેકાન્તાત્મક સાથે વ્યાપ્તિ વર્તે છે આથી જ આ અન્તર્યામિ કહેવાય છે.
આ દેશ અગ્નિવાળો છે ધૂમવાળો હોવાથી, જે જે ધૂમવાળા હોય છે તે તે અગ્નિવાળા હોય છે જેમ કે રસોડું. આ અનુમાનમાં પક્ષરૂપે કરાયેલા વિષયવાળા દેશથી અન્યત્ર રસોડામાં સાધ્યના સાધનની વ્યાપ્તિ વર્તે છે આથી તે બહિર્ષ્યામિ કહેવાય છે.
उपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्यं कदर्थयन्ते
ઉપનય અને નિગમન પણ બીજાને જ્ઞાન કરાવવામાં અસમર્થ છે તે જણાવે છે.
नोपनय - निगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्यं, पक्षहेतुप्रयोगादेव तस्याः सद्भावात् ॥ ३४० ॥
ઉપનય અને નિગમનનું પણ પરને બોધ કરાવવામાં સામર્થ્ય નથી, કારણ કે પક્ષ અને હેતુના પ્રયોગથી જ તે પરપ્રતિપત્તિ થઇ જ જાય છે.
न केवलं दृष्टान्तस्य परप्रतिपत्तावसामर्थ्यम्, अपि तु उपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य नास्ति, पक्षहेतुप्रयोगादेव परप्रतिपत्तेः સાવાત્ ॥૪૦॥
કેવલ દૃષ્ટાન્તનું જ બીજાને સમજાવવા અસામર્થ્ય છે એવું નથી પરંતુ ઉપનય અને નિગમનનું બીજાને જણાવવામાં સામર્થ્ય નથી. કારણ કે પક્ષ અને હેતુના પ્રયોગથી જ બીજાને બોધ થઇ જાય છે.
જ
વિશેષાર્થ : નૈયાયિકો, વૈશેષિકો વિગેરે પક્ષ, હેતુ, દૃષ્ટાન્ત, ઉપનય, નિગમન એમ પાંચ અવયવવાળું વાક્ય તે બીજાને બોધ કરાવવામાં સમર્થ છે તેમ માને છે. તે જ પરાર્થાનુમાન છે તેમ કહે છે પરંતુ તે વાત બરાબર ઘટી શકતી નથી. કારણ કે પક્ષ અને હેતુ પ્રયોગથી અન્યને જ્ઞાન થઇ શકે
૧૦૪