________________
અને વહ્નિના અભાવમાં ધૂમનો અનુપલંભ એ પ્રમાણે ઉપલંભ અને અનુપલંભવડે આ તર્ક ઉત્પન્ન થાય છે. આ તર્કનો અગ્નિ અને ધૂમનો અવિનાભાવ સંબંધ જણાવવો તે વિષય છે.
વિશેષાર્થ : સ્મરણ-પરોક્ષ-પ્રમાણમાં પ્રત્યક્ષ અથવા કોઇપણ પ્રમાણથી થયેલ અનુભવ માત્ર જ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનપ્રમાણમાં સ્મરણ અને અનુભવ બંને કારણ બને છે. તેમજ અહિં તર્ક પરોક્ષપ્રમાણમાં-પ્રત્યક્ષ, સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન એ ત્રણે જ્ઞાનો કારણ બને છે. આ પ્રમાણે તર્કજ્ઞાનની પૂર્વે જ્ઞાનની ત્રણ અવસ્થા થાય છે. આપણે પહેલા ધૂમાડા અને અગ્નિને રસોડા વિગેરેમાં જોઇએ છીએ ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. ત્યારબાદ વ્યાપ્તિજ્ઞાન સમયે ધૂમ અને અગ્નિનું સ્મરણ થાય છે. અને પછી તિર્યગ્સામાન્યવિષયક સાદૃશ્યતાના હેતુભૂત રહેલ ધૂમમાં સંકલિત થાય છે અને વ્યાપ્તિ થાય છે.
વળી તર્કને જો પ્રમાણ ન માનવામાં આવે તો અનુમાન પ્રમાણની ઉત્પત્તિ જ ન થઇ શકે. આ તર્ક કોઇપણ પ્રમાણમાં અંતર્ભાવ પામતું નથી. પ્રત્યક્ષ પ્રમાણ ઇન્દ્રિયની અપેક્ષા દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્મરણ જાણેલા પદાર્થના બોધમાત્ર રૂપ જ છે. તેથી તર્કનો તેમાં પણ સમાવેશ થતો નથી. કારણ કે તે ત્રણે કાળના સંબંધને જણાવનાર છે. અનુમાન પ્રમાણમાં પણ તર્ક સમાઇ શકતું નથી કારણ કે અનુમાનનું તર્ક એ કારણ છે અને અનુમાન તે તર્કનું કાર્ય છે. માટે. તર્કને પૃથક્ પ્રમાણ તરીકે ગ્રહણ કર્યું છે.
કારણનિર્દેશ : પ્રથમ પ્રવર્તેલો અન્વય અને વ્યતિરેક દ્વારા થયેલો જે બોધ તે.
વિષયકીર્તન ઃ ત્રણે કાળમાં રહેલા વાચ્ય-વાચકના સંબંધનું આલંબન તે સ્વરૂપકથન : તે હોતે છતે તે હોય અને તે ન હોતે છતે તે ન હોય એવા આકારવાળુ જે જ્ઞાન તે.
तर्कस्य उदाहरण
यथा यावान् कश्चिद् धूमः स सर्वो वह्नौ सत्येव भवतीति तस्मिन्नसत्यसौ न भवत्येव ॥ ३-८ ॥
1
જેમ કે- જે કોઇ ધૂમ છે તે સર્વ ધૂમ વહ્નિ હોતે છતે હોય છે અને તે વહ્નિ ન હોતે છતે આ ધૂમ ન જ હોય.....
66