________________
હેતુનું સાચું લક્ષણ નથી એમ જાણવું. કારણ કે- ત્રણ અથવા પાંચ લક્ષણો હોવા છતાં પણ આમાં હેત્વાભાસ હોય છે.
વિશેષાર્થ: બૌદ્ધોનું કહેવું છે કે સાચો હેતુ તે કહેવાય કે જેમાં પક્ષધર્મત આદિ ત્રણ લક્ષણો સંભવતા હોય, અને તૈયાયિકો માને છે કે સાચો હેતુ તે કહેવાય કે પક્ષધર્મવાદિ પાંચ લક્ષણો સંભવતા હોય, ત્યાં પક્ષધર્મવાદિ સંબંધી સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) પક્ષધર્મત : હેતુનું પક્ષમાં રહેવું તે, અનુમાનમાં મૂકાયેલો હેતુ અવશ્ય પક્ષમાં હોવો જોઈએ, પક્ષમાં તે વિદ્યમાન હોવાથી તે પક્ષનો ધર્મ કહેવાય છે. જેમ કે પર્વતો વદ્વિમાન ઘૂમતું' વહ્નિ જ્યાં સાધ્ય છે ત્યાં ધૂમવત્વ એ, પક્ષ એવા પર્વતનો ધર્મ છે કારણ કે તે બૂમ પર્વતમાં વર્તે છે. પરંતુ જે હેતુ પક્ષમાં વિદ્યમાન ન હોય તે પક્ષનો ધર્મ કહેવાતો નથી જેમ કે ઃ નિત્ય: ચાક્ષુષત્વત્ અહીં શબ્દ નામના પક્ષમાં ચક્ષુર્ણાહ્યત્વ હેતુ વિદ્યમાન નથી, કારણ કે શબ્દ શ્રોત્રગ્રાહ્ય છે. તેથી ચાક્ષુષત્વ એ પક્ષનો ધર્મ કહેવાતો નથી. જે સાચો હેતુ હોય છે તે પક્ષનો ધર્મ હોય જ છે પરંતુ ચાક્ષુષત્વમાં પક્ષધર્મત નથી માટે તે સાચો હેતુ નથી જે સાચો છે તે હેતુ, પક્ષમાં અવશ્ય હોવો જોઇએ એ હેતુનું પહેલું લક્ષણ છે.
(૨) સપક્ષસર્વ ઃ જેનો સાધ્યધર્મ નિશ્ચિત થઈ ગયો છે તેવો ધમ તે સપક્ષ. હેતુનું સપક્ષ- અન્વયદેષ્ટાંતમાં રહેવું તે.જેમ પર્વતમાં વદ્ધિ સાધ્ય હોય ત્યારે, પાકસ્થાન=રસોડુ સપક્ષ છે કારણ કે તે નિશ્ચિત સાધ્યવાન છે. તેમાં ધૂમ વિદ્યમાન છે. યત્ર તત્ર ઘૂમતત્ર તત્ર વહ્નિઃ યથા મહાન ધૂમ હેતુ રસોડામાં રહેતો હોવાથી સપક્ષ સત્ત્વ છે. પરંતુ શબ્દઃ નિત્ય તત્વા... આ અનુમાનમાં રહેલો હેતુ સપક્ષમાં વિદ્યમાન નથી. કારણકે સાધ્યથી વિરોધી માં રહેતો હોવાથી વિરુદ્ધહેત્વાભાસ છે. આ દોષના નિવારણ માટે હેતુનું સપક્ષમાં રહેવું આવશ્યક છે આ હેતુનું બીજું લક્ષણ છે.
(૩) વિપક્ષાસત્ત્વ જેમાં સાધ્યનો અભાવ નિશ્ચિત થયો છે તેવો ધમાં તે વિપક્ષ. વિપક્ષમાં હેતુનું ન રહેવું તે..... જેમ પર્વતમાં વતિ સાધ્ય છે ત્યારે વતિના અભાવવાળુ જે સ્થાન તે વિપક્ષ. જેમ કે જુલાશય. તેમાં ધૂમ હેતુનું
૮૨