________________
વિશેષાર્થઃ પક્ષહેતુવચનાત્મક તે પરાર્થ-અનુમાન છે. એવું જે કહેવામાં આવ્યું છે તે વ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ છે પૃદમવું વહ્નિત ધૂમત' આ ઘરમાં આગ લાગી છે ધૂમાડા દેખાતા હોવાથી, આ શરીરમાં જીવ જીવે છે શ્વાસ લેતો હોવાથી. આમ પક્ષ અને હેતુ બરાબર જોઈએ. પરંતુ જે મંદ મતિવાળા શ્રોતા છે તેની અપેક્ષાએ દૃષ્ટાન્ત- ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો પડે છે. તે ગ્રન્થકારશ્રી આગળ આ જ પરિચ્છેદમાં સૂત્ર-૪રમાં સ્વયં જ કહેશે. તથા અતિવ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ તો “આ ધૂમ દેખાય છે” એટલું જ માત્ર હેતુવાળુ વચન પણ બોધનું કારણ બનતું હોવાથી તે પણ પરાર્થ-અનુમાન કહેવાય છે. પરંતુ અતિવ્યુત્પન્નમતિવાળા જીવો બહુ
ઓછા હોય છે તેથી બહુલતાએ પક્ષહેતુવચનાત્મક એ પરાર્થ-અનુમાન છે. વાસ્તવિક રીતે જ્ઞાનરૂપ પ્રમાણ સ્વાર્થનુમાન જ છે. સ્વાર્થનુમાનથી હૃદયગત બોધ થાય છે તે બોધદ્વારા બીજાને કહેવું તે ઉપચારથી પરાર્થનુમાન છે. જેમ કે ચૈત્રને અગ્નિનું અનુમાન થયું. તે પોતાના મિત્રને કહે છે કે “પર્વતમાં અગ્નિ છે ધૂમ દેખાતો હોવાથી, જે આ ચૈત્રનો શબ્દ પ્રયોગ છે તે પરાર્થ-અનુમાન છે. બીજાને જ્ઞાન કરાવવા માટે બોલાયેલ છે. પ્રત્યેક પ્રમાણો જ્ઞાનસ્વરૂપ હોય છે પરાર્થ-અનુમાન જ્ઞાનસ્વરૂપ નથી પરંતુ શબ્દસ્વરૂપ છે. શબ્દ તો જડ છે તેથી પ્રમાણ નહીં બને પરંતુ આ શબ્દો સાંભળીને શ્રોતાઓને જે બોધ થાય છે. તેથી અહીં શ્રોતાને બોધ થવા રૂપ જે જ્ઞાન તે કાર્ય અને વક્તાના મુખથી બોલાયેલુ પક્ષહેતુવચન તે “કારણ છે. એમ કાર્યમાં કારણનો ઉપચાર છે. તથા વક્તાની અંદર રહેલુ સ્વાર્થનુમાન તે “કારણ' અને પક્ષ હેતુવચન તેનું કાર્ય છે આમ કાર્યમાં કારણનો ઉપચાર માનીને ઉચ્ચારણાત્મક વચન પરાર્થનુમાન કહેવાય છે.
संप्रति व्याप्तिपुरस्सरं पक्षधर्मतोपसंहारं तत्पूर्विका वा व्याप्तिमाचक्षाणान् भिक्षून् पक्षप्रयोगमङ्गीकारयितुमाहुः
પક્ષના પ્રયોગની આવશ્યકતા જણાવે છે. साध्यस्य प्रतिनियतधर्मिसम्बन्धिताप्रसिद्धये हेतोरूपसंहारનવત્ પક્ષપ્રયોગોવરથમ શ્રયિતવ્ય: ! રૂ-૨૪ /