________________
હતું ત્રણ પ્રકારે છે. (૧) કાર્ય, (૨) સ્વભાવ, (૩) અનુપલંભ....
આ ત્રણ પ્રકારના હેતુને કહીને અસિદ્ધતા વિગેરે દોષોના ખંડન દ્વારા પોતાના સાધ્યને સાધવામાં સામર્થ્યતા દેખાડવાપૂર્વક તેનું સમર્થન કરતો ક્યો પુરુષ ખરેખર પક્ષપ્રયોગને ન સ્વીકારે ? અર્થાત્ સર્વે પણ પ્રમાણિક પુરુષો સ્વીકારે છે તેમ જાણવું. તેનો ભાવ આ પ્રમાણે છે. પક્ષના પ્રયોગ વિના ત્રણ પ્રકારના હેતુનું સમર્થન આશ્રય વગરનું થાય તેથી તેનું સમર્થન કરતા એવા બૌદ્ધ અવશ્ય પક્ષપ્રયોગ સ્વીકારવો જોઇએ.
વિશેષાર્થ : બૌદ્ધો કાર્ય સ્વભાવ અને અનુપલંભ રૂપ, તથા પક્ષસત્ત્વ સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ એમ બંને પ્રકારે ત્રણ પ્રકારના હેતુ માને છે. અને તે હેતુ દ્વારા સાધ્ય સિદ્ધ કરે છે. જે વ્યક્તિ જે સ્થાને રહેલી વસ્તુને સિદ્ધ કરે છે તેને તે સ્થાનનું ભાન હોવું જોઈએ. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહ્નિ હોય જેમ રસોડુ તેંમજ અહીં ધૂમ છે આવા પ્રકારના વચનોચ્ચારમાં હેતુ દેખવાથી સાધ્યના આધારભૂત પક્ષનું સહેજે ભાન થઈ જાય છે માટે પક્ષની જરૂર નથી આમ કહેનાર બૌદ્ધોએ વિચારવું જોઇએ કે જેમ તમે મૂકેલો આ હેતુ અસિદ્ધ નથી અનૈકાન્તિક નથી કે વિરૂદ્ધ નથી તે સમર્થન તમે હેતુના પ્રયોગ વિના કરી શકતા નથી તેમ સાધ્ય કયાં સ્થલે સિદ્ધ કરવાનું છે તેને માટે પક્ષની જરૂરીયાત છે માટે પક્ષપ્રયોગ સ્વીકારવો જોઇએ.
अथ प्रत्यक्षस्यापि परार्थत्वं समर्थयन्ते - પરાર્થ-અનુમાનની જેમ પ્રસંગાનુસારે પરાર્થ પ્રત્યક્ષ સદેખાત્ત બતાવે છે. प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायिवचनं परार्थं प्रत्यक्षं, પપ્રત્યક્ષદેતુત્વાન્ || રૂ-ર૬ છે
પ્રત્યક્ષ જ્ઞાનથી જાણેલા પદાર્થને કહેનારૂં વચન તે પરાર્થ-પ્રત્યક્ષ છે, કારણ કે આ પ્રત્યક્ષજ્ઞાન બીજાને પ્રત્યક્ષ કરવાના કારણભૂત હોવાથી.
यथानुमानेन प्रतीतोऽर्थः परं प्रति प्रतिपद्यमानो वचनरूपापन्नपरार्थमनुमानमभिधीयते तथा प्रत्यक्षेणावगतोऽप्यर्थोऽन्यस्मै प्रतिपद्यमानः परार्थं प्रत्यक्षमित्युच्यताम् परप्रत्यायनस्योभयताप्यविशिष्टत्वादिति भावः ॥२६॥
૯૫