________________
નૈયાયિકો વિગેરે દૃષ્ટાન્ત ઉપનય અને નિગમન આ ત્રણ પણ અનુમાન કરવામાં અંગરૂપ છે એમ કહે છે તેમાં તેઓ વડે (૧) દૃષ્ટાન્તવચન શું પરના બોધ માટે સ્વીકારાય છે ? (૨) વ્યાપ્તિના નિર્ણય માટે સ્વીકારાય છે ? (૩) કે વ્યાપ્તિના સ્મરણ માટે સ્વીકારાય છે ? એમ ત્રણ વિકલ્પોનું ઉદ્દ્ભાવન કરીને પ્રથમવિકલ્પને દૂષિત કરતા કહે છે. 7 દૃષ્ટાન્તવનમિતિ - તે દૃષ્ટાન્તવાળું વચન બીજાની પ્રત્તિપત્તિ માટે જરૂરી નથી કારણ કે પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાવ્ જેણે અગ્નિ અને ધૂમની વ્યાપ્તિનો સંબંધ જાણ્યો છે તેઓને સાધ્યનો સંભવ સમજાવવામાં દૃષ્ટાન્ત વચન નિરર્થક છે, એવો ભાવ છે.
द्वितीयं विकल्पं परास्यन्ति
નૈયાયિકો-આદિના બીજા વિકલ્પને દૂષિત કરે છે.
न च हेतोरेन्यथानुपपत्तिनिर्णीतये यथोक्ततर्कप्रमाणादेव તદ્રુપપતેઃ ॥ ૨-૩૪ ॥
હેતુની અન્યથા- અનુપપત્તિ (વ્યાપ્તિના) નિર્ણય માટે પણ દૃષ્ટાન્ત વચન જરૂરી નથી કારણ કે પૂર્વે કહેલા તર્કપ્રમાણથી જ અન્યથા અનુપપત્તિ સિદ્ધ થાય છે.
-
द्वितीयविकल्पं दूषयन्ति न चेति हेतोर्व्याप्तिनिर्णयार्थमपि दृष्टान्तस्य नोपयोगः, तर्कप्रमाणादेव व्याप्तिनिर्णयोपपत्तेः ॥ ३४ ॥
બીજાવિકલ્પમાં પણ દોષ આપે છે હેતુની વ્યાપ્તિના નિર્ણય માટે પણ દૃષ્ટાન્તવચનની જરૂર નથી. તર્કપ્રમાણથી જ વ્યાપ્તિના નિર્ણયની ઉત્પત્તિ થાય છે. अत्रैवोपपत्त्यन्तरमुपवर्णयन्ति -
હેતુની વ્યાપ્તિ માટે દૃષ્ટાન્ત વચનની જરૂર નથી, તેના ઉપર બીજી યુક્તિ જણાવે છે. नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुर्निवारः समवतारः ॥३-३५ ॥
દૃષ્ટાન્ત એ નિયત એકદેશ અને એકકાલ રૂપ એક જ વિશેષ સ્વભાવવાળું હોતે છતે સકલદેશ અને સકલકાળના વિષયવાળી વ્યાપ્તિ ન ઘટવાથી (અયોગથવાથી) વિવાદ ઉપસ્થિત થયે છતે તે અન્ય દૃષ્ટાન્તની અપેક્ષા રાખે છતે
૧૦૦