________________
ઉત્તર : પરમાર્થથી તો સ્વાર્થનુમાનરૂપ એક જ અનુમાન છે. કારણ કે પ્રમાણનું સામાન્ય લક્ષણ છે- “-વ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ્' તે સ્વાર્થીઅનુમાનમાં જ સંભવે છે સ્વાર્થનુમાન તે સ્વમાં થતો બોધ છે એટલે જ્ઞાનાત્મક છે, માટે પરમાર્થથી સ્વાર્થનુમાન જ્ઞાનાત્મક હોવાથી સ્વાર્થઅનુમાન માત્ર જ અનુમાન પ્રમાણ રૂપ છે અને પરના બોધ માટે બોલાતું પક્ષહેતુવચનાત્મક એવું વાક્ય તે પરાર્થાનુમાન છે. પરંતુ તે તો ભાષાત્મક હોવાના કારણે પુદ્ગલસ્વરૂપ હોવાથી જડરૂપે છે જ્ઞાનરૂપ નથી, તેથી પરાર્થનુમાનમાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને અથવા કાર્યમાં કારણનો ઉપચાર કરીને અનુમાન પ્રમાણ કહેવાય છે. શ્રોતાની અપેક્ષાએ પરાર્થનુમાન કારણ છે શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારું જ્ઞાન તે જ્ઞાનાત્મક છે તે જ્ઞાનનું કારણ પક્ષહેતુવચનાત્મક વાક્ય છે કારણભૂત એવા આ વાક્યમાં કાર્ય એવા શ્રોતાના જ્ઞાનનો ઉપચાર કરાય છે, અથવા વક્તાના હૈયામાં રહેલું જે જ્ઞાન તે પરમાર્થથી અનુમાન છે કારણ કે તે જ્ઞાનાત્મક છે, અને તે વક્તાવડે બોલાતું પક્ષહેતુવચનાત્મક વાક્ય એ કાર્ય છે. અહીં વચનાત્મક કાર્યમાં સ્વાર્થનુમાનરૂપ કારણનો ઉપચાર કરાય છે. આ રીતે જડ અને ભાષામય એવું પણ આ વાક્ય પૂર્વાપરના ઉપચારથી અનુમાન પ્રમાણ કહેવાય છે. પરંતુ વાસ્તવિકતાથી પ્રમાણ નથી મૂળસૂત્રમાં સ્વાર્થ-અનુમાનની તુલ્યકક્ષાએ પરાર્થ-અનુમાન છે મુક્યું છે તેનું કારણ એ છે કે વાદમાં, શાસ્ત્રમાં અને લોકમાં પરાર્થનુમાનથી જ વધારે વ્યવહાર થતો જણાય છે.
तत्र स्वार्थं व्यवस्थापयन्ति - સ્વાર્થનુમાનનું લક્ષણ બતાવે છે. तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारणकं સાથ્યવિજ્ઞાનં સ્વાર્થમ્ | રૂ-૨૦
ત્યાં (સ્વાર્થ અને પરાર્થ એમ બંને પ્રકારના અનુમાનમાં) હેતુનું ગ્રહણ, અને વ્યાતિના સંબંધનું સ્મરણ આ છે કારણ વાળું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થનુમાન કહેવાય છે.