________________
अथैतेषु तावत् स्मरणं कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति સ્મરણપરોક્ષ પ્રમાણનું દૃષ્ટાન્ત સહિત-કારણ વિષય સ્વરૂપ લક્ષણ જણાવે
--
છે.
तत्र संस्कारप्रबोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं સ્મરણમ્ ॥ ૨-૩ ॥
સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થયેલું, અનુભવેલા પદાર્થના વિષયવાળું, “તે” એવા આકારવાળુ એવું જે જ્ઞાન તે સ્મરણજ્ઞાન કહેવાય છે.
अनुभवजन्यो यः संस्कारः - आत्मशक्तिविशेषस्तस्य प्रबोधात् सम्भूतम् उत्पन्नम्, इति कारणनिरूपणम्, प्रत्यक्षादिप्रमाणैरनुभूतोऽर्थः - विषयो यस्य तदनुभूतार्थविषयम्, इति विषयप्रदर्शनम्, तदित्याकारं तच्छब्देमोल्लेखनीयम्, इति स्वरूपप्रतिपादनम्, वेदनं ज्ञानं स्मरणमित्युच्यते स्मरणं प्रत्युद्बुद्धसंस्कार: कारणम् । अनुभूतार्थस्तस्य विषयः तत्छब्देनोल्लेखस्तस्य स्वरूपमिति ॥ ३ ॥
પૂર્વે પ્રત્યક્ષ વિગેરે પ્રમાણો દ્વારા અનુભવેલા (પદાર્થથી) જન્ય એવો જે સંસ્કાર=આત્માની જ્ઞાનશક્તિ વિશેષ પ્રગટ થવાથી ઉત્પન્ન થયેલ તે સંસ્કારપ્રબોધસંભૂત કહેવાય છે. તે સ્મરણના કારણનું નિરૂપણ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અનુભવેલો પદાર્થ તે સ્મરણજ્ઞાનનો વિષય છે. આ વિષય નિરૂપણ છે. અને ‘‘તત્ (તે)’’ એ પ્રમાણેના શબ્દો વડે ઉલ્લેખ છે જેનો તે સ્મરણસ્વરૂપનો પ્રતિપાદક છે. આવા આકારવાળા જ્ઞાનને સ્મરણજ્ઞાન કહેવાય છે.
વિશેષાર્થ : વારંવાર ધારણાભૂત થયેલ જ્ઞાન તે સંસ્કારાત્મક બને છે અને તેની જાગૃતિ દ્વારા સ્મરણ ઉત્પન્ન થાય છે. આ સંસ્કાર તે એક પ્રકારની શક્તિ વિશેષ છે. તેથી સ્મરણજ્ઞાનનું પ્રત્યક્ષજ્ઞાન તે કારણ છે: પ્રત્યક્ષ અનુભવ થયા વિના સ્મરણ જ્ઞાન થાય નહીં, આથી સંસ્કારની જાગૃતિ તે સ્મરણનું કારણ છે. પ્રત્યક્ષ અનુમાન કે આગમાદિ કોઇપણ પ્રમાણ દ્વારા જાણેલું જ્ઞાન તે જ સ્મરણ જ્ઞાનનો વિષય છે. “તે” એવા પ્રકારનું સ્મરણનું સ્વરૂપ છે. જેમ ઘટ કાર્યમાં માટી તે કારણ છે પાણી વિગેરે ભરવું તે વિષય છે. પૃથુબુધ્ધોદરાદિ તેનું સ્વરૂપ છે તેમ અહીં પણ જાણી લેવું છે
૭૦