Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
મનનિમિત્તક બોધ તે શ્રુતજ્ઞાન. અધોડો વિસ્તૃત વસ્તુ થી તે ઈચ્છતે મને' નીચે નીચે વિસ્તારવાળી વસ્તુ ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જે જ્ઞાન દ્વારા જાણી શકાય તે અવધિજ્ઞાન અથવા અવધિ એટલે મર્યાદા રૂપી દ્રવ્યોને જ જાણવા રૂપ મર્યાદાવાળું આત્માને પ્રત્યક્ષ જે જ્ઞાન તે અવધિજ્ઞાન. આ જ ત્રણ જ્ઞાનો જ્યારે મિથ્યાત્વમોહના ઉદયથી કલુષિત થાય છે ત્યારે વસ્તુસ્વરૂપને યથાર્થરૂપે જાણતા નહિ હોવાથી તેઓ અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનરૂપે કહેવાય છે. કહ્યું છે કે –“આદિના ત્રણ જ્ઞાન મિથ્યાત્વના સંયોગથી થાય છે.” વિભંગ–અહીં “વિ' શબ્દ વિપરીત અર્થનો વાચક છે. જે વડે રૂપી દ્રવ્યોનો વિપરીત ભંગબોધ થાય તે વિભંગજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અવધિજ્ઞાનથી ઊલટું છે. તથા પરિ’ સર્વથા અર્થમાં છે, અને અવ:,-જાણવું, મનસિ મનસો વા પર્યવ: મન:પર્યવ:–મનના ભાવોનું સર્વથાપણે જે જ્ઞાન થાય તે મન:પર્યવજ્ઞાન એટલે કે જે દ્વારા અઢીદ્વીપમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવો-વિચારો જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન અથવા મન:પર્યયજ્ઞાન કહેવાય છે. અથવા સંપૂર્ણપણે મનને જે જાણે તે મન:પર્યાયજ્ઞાન. અથવા મનના પર્યાયો–એટલે ધર્મો, બાહ્ય વસ્તુને ચિંતન કરવાના પ્રકારો–પદાર્થનો વિચાર કરતાં મનોવર્ગણા વિશિષ્ટ આકારરૂપે પરિણમે છે તેનું જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન. તથા કેવળ એટલે એક. એક જે જ્ઞાન તે કેવળજ્ઞાન, એક હોવાનું કારણ આ જ્ઞાન મત્યાદિજ્ઞાન નિરપેક્ષ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “છાઘસ્થિક મત્યાદિ ચાર જ્ઞાન નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે.” અથવા કેવલ એટલે શુદ્ધ પૂર્ણ જ્ઞાનને આવરનાર કર્મમલરૂપ કલંકનો સર્વથા નાશ થવાથી શુદ્ધ જે જ્ઞાન તે કેવળજ્ઞાન. અથવા કેવલ એટલે સંપૂર્ણ પ્રથમથી જ સર્વથા કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય થવાથી સંપૂર્ણપણે જે ઉત્પન્ન થાય તે કેવળજ્ઞાન, અથવા કેવલ એટલે અસાધારણ. તેના જેવું બીજું જ્ઞાન ન હોવાથી અસાધારણ જે જ્ઞાન તે કેવળજ્ઞાન. અથવા કેવળ એટલે અનંત, અનંત શેય વસ્તુને જાણતું હોવાથી અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન. આવી રીતે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ પ્રકારે સાકારોપયોગ છે, પ્રતિ વસ્તુના નિર્ણયરૂપ જે વિશેષ જ્ઞાન તે આકાર, અને આકારયુક્ત જે જ્ઞાન ને સાકાર કહેવાય. ‘આકાર એટલે વિશેષ એવું શાસ્ત્રવચન છે.” અહીં પહેલાં જે અજ્ઞાનનો નિર્દેશ કર્યો છે તે સઘળા જીવોને પહેલાં અજ્ઞાન હોય છે. અને પછી સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન થાય છે એ જણાવવા માટે છે તથા ૧. ચક્ષુદર્શન, ૨. અચક્ષુર્દર્શન, ૩. અવધિદર્શન અને કેવળદર્શન–એમ ચાર પ્રકારે
૧. પ્રથમ શ્રોતા ઘટ શબ્દ સાંભળે છે ત્યારપછી ઘટ શબ્દ દ્વારા વાચ્ય ઘટ શબ્દ અર્થનું સ્મરણ થાય છે, અહીં સુધીના જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય છે. પછી વાચ્ય વાચક સંબંધ વડે આવા પ્રકારનો ઘટ તે ઘટ શબ્દ વાચ્ય અર્થ છે. એ પ્રમાણે વાવાચકભાવના સંબંધપૂર્વક જે તાત્પર્યબોધ થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે.
- ૨. આ અર્થ વૈમાનિક દેવની અપેક્ષાએ છે, કારણ કે તેઓ નીચે નીચે વધારે જાણે છે, ઉપર તો પોતાના વિમાનની ધજા સુધી જ જાણે છે.
૩. સંજ્ઞી જીવ કોઈ પણ પદાર્થનો વિચાર કરવાનો હોય ત્યારે કાયયોગ વડે મનોવર્ગણા ગ્રહણ કરે છે. અને જે જે પ્રકારે ચિન્તન કરે છે તે તે રૂપ મનોવર્ગણાનો પરિણામ થાય છે તેને દ્રવ્ય મન કહે છે, તે મનોવર્ગણાના પરિણામને મન:પર્યવજ્ઞાની પ્રત્યક્ષ જાણે છે, અને ચિંતનીય વસ્તુને અનુમાનથી જાણે છે, મનોવર્ગણાનો અમુક જાતનો આકાર છે, માટે “આ ક્ષેત્રમાં રહેલા આ જીવે આ પદાર્થનો આવો વિચાર કર્યો છે, આ જ્ઞાન અઢી દ્વીપ અને બે સમુદ્રમાં રહેલા સંજ્ઞીના મનોગત ભાવ વિષયક હોય છે.'