Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૪ ] રાજકેટ-ચાતુર્માસ
[ ર૭ હોવું જોઈએ. ઘડીયાળને જ્યાં સુધી ચાવી આપ્યા કરીએ ત્યાંસુધી ઘડીયાળ બરાબર ચાલે છે પણ ચાવી દેવી બંધ કરતાં જ ઘડીયાળ બંધ થઈ જાય તે તમે એ ઘડીયાળને કેવી કહેશે ? જવાબમાં, આ ઘડીયાળ ખોટી છે એમ તમે કહેશો. આ જ પ્રમાણે જ્યાં સુધી હું તમને ઉપદેશની ચાવી આપતે રહું ત્યાં સુધી તે તમે “ સંત ' કહો પણ પછી ઉપદેશને ભૂલી જાઓ તે શું તે ઠીક કહેવાય?
તમારી સામે ભગવદ્ભક્તિની નૌકા ઉભેલી છે. જે તેમાં તમે બેસી જાઓ તે તમારો બેડે પાર થઈ જાય. તુલસીદાસજીએ ઠીક કહ્યું છે કે –
જગ નભ વાટિકા રહી હૈ ફલિલિ રે !
ધુ કેસ ધારહર દેખિ તું ન ભૂલિ રે છે આ સંસારની વાડી, આકાશમાં જેમ તારાઓ પથરાએલાં છે, તેમ ફાલીપુલી છે, પણ તે સ્થાયી નથી. એટલા માટે સંસારની ભૂલભૂલામણિમાં ન પડતાં પરમાત્માના ભજનની નૌકામાં બેસી સંસાર સમુદ્રની પાર જવાનો પ્રયત્ન કરે જોઈએ.
કોઈ કહે કે, અમને ભગવાનની ભક્તિ કરવાની જરૂર જણાતી નથી. કારણ કે, ભગવાનની ભક્તિ નહિ કરનાર સુખી અને ભગવાનની ભક્તિ કરનાર દુ:ખી જણાય છે એ ઊલટો ક્રમ ઘણીવાર જોવામાં આવે છે. આ કથનને ઉત્તર એ છે કે, કેટલાક લોકો પરમાત્માની ભક્તિ પ્રગટરૂપે કરતા નથી પણ તેનાં નિયમોપનિયમ પાળે છે અને કેટલાક લકે પરમાત્માનું નામ પ્રગટરૂપે લે છે પણ તેનાં નિયમોનું પાલન કરતા નથી. જે લોકે પ્રકટરૂપે પરમાત્માનું નામ લેતા નથી પણ નિયમનું પાલન કરે છે તે કોઈ દિવસ દુઃખી બની શકતા નથી. એ ઉપરથી પરમાત્માનું નામ નથી લેતા એટલે જ સુખી છે એ કથન ઠીક નથી, કારણ કે તે લોકો ભલે પ્રગટસેપે પરમાત્માનું નામ ન લેતા હોય પણ તેમનાં નિયમોનું પાલન કરે છે એટલે તેઓ સુખી છે. પરમાત્માનું નામ નથી લેતા એટલે તે લોકો સુખી છે એ વાત એના જેવી થઈ કે, કઈ ગાડીમાં બેઠેલા પહેલવાનને જોઈ કહેવા લાગ્યો કે, ગાડીમાં બેસવાથી શરીર બળવાન બને છે. આમ કહેનાર માણસ એટલું પણ જાણતા નથી કે ગાડીમાં બેસવાથી નહિ પણ અંગ કસરત કરવાથી તેનું શરીર બળવાન બન્યું છે. આ પ્રમાણે નિયમનું બરાબર પાલન કરનાર પરમાત્માનું નામ પ્રકટરૂપે લેતો નથી એટલે એમ કહેવું કે પરમાત્માનું નામ ન લેવાથી તે માણસ સુખી છે, એ એક ભૂલ છે. આ જ પ્રમાણે પ્રકટરૂપે પરમાત્માનું નામ લેવું અને તેમના નિયમપનિયમોનું પાલન ન કરવું એ પણ ઠીક નથી. પ્રકટરૂપે તે પરમાભાનું નામ લેવું પણ નિયમોનું પાલન ન કરવું એ કેવું કામ છે એ એક ઉદાહરણકાર સમજાવું છું—
એક શેઠને બે સ્ત્રીઓ હતી. મેટી સ્ત્રી હાથમાં માળા ધારણ કરી ગાદી ઉપર બેસી “મોતીલાલજી મોતીલાલજી' એ નામને જાપ ક્ય કરતી. આ સિવાય પતિસેવાનું બીજું કાંઈ કામ કરતી નહિ. પણ નાની સ્ત્રી એમ માનતી કે, પતિનું નામ તે મારા હૃદયમાં રમી રહ્યું છે એટલે ભલે તેમનું નામ પ્રગટરૂપે ન લઉં પણ મારા પતિ જે કામથી પ્રસન્ન રહે તે કામ કરતી રહે, એમાં જ પતિની સેવા રહેલી છે.