Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨
હર આંખમાં હર આશમાં છે આપની પધરામણિ, જયાં જયાં નજ૨ મારી ઠરે યાદી ભરી છે આપની... હું પૂછું છું લાઓ જનેને એ ગુરુવર ક્યાં ગયા ?, તે સૌ કહે છે દિલ બતાવી : “આજુઓ ! એ આ રહ્યા છે, સાક્ષી શું આ દેવત્વની? શું રૂપ વૈક્રિય આ ધર્યા ?, આશ્ચર્ય મુજ મન ઊભરે છે ? શા તમે જાદુ કર્યા ?!.... ૮ સામાન્ય જનના હૃદયમાં મહાપુરુષ દેવાંશી તમે, ને આર્યજનના હૃદયમાં શિવરમણીના પ્યાસી તમે, જિન ભકતજનના હૃદયમાં તે યુગ પ્રધાન સમાન છે, ગુરુરાજ ! મારા હૃદયમાં સાક્ષાત્ શ્રી ભગવાન છો.. ચરણમ્બજે લક્ષમી વસે હૃદયાબુજે પરમાતમાં, કરકમળમાં શાસ્ત્રો વચ્ચે મુખકમળમાં માં શારદા, કરુણતણ વહેતાં અમીઝરણું તમારા નયનમાં, હે રામચન્દ્ર સૂરી દ્ર! તમને મેં વસાવ્યા હદયમાં.. નયણે વસેલા છો તમે વયણે વસેલા છે તમે. શ્રવણે વસેલા છો તમે સમરણે વસેલા છો તમે, આ રેમેરામે અણુઅણુએ ને રગેરગમાં પ્રભો !, હે રામચન્દ્રસૂરીન્દ્ર ! એક જ વાસ છે બસ આપનો... મુજ આંખના શણગાર છો મુજ આત્મના આધાર છે, વાત્સલ્યના ભંડાર છે. કરુણાતણુ અવતાર છે, સવિ જીવ કરુ શાસનસી” એ ભાવના ધરનાર છે, તે ઢીલ છે શા કારણે ? કયારે મને પણ તારશે ?.... રઝળી રહયે છું નિઃસહાય બની અહીં ચિરકાળથી, દેશે અને દુરિતે ભર્યા છે દિલમહીં ચિરકાળથી, દુઃખે મહીં અતિદીન છું સુખલીન છું મતિહીન છું, પણ એક આશ્વાસન મને ? તુજ સ્મરણજલમાં મીન છું.... ૧૩ આ આંખ સામે તરવરે છે એ મધુર ચહેરો હજુ, દિલમાં સતત ગુંજી રહ્યો ઉપદેશ અલબેલો હજુ, માટી સમા લાગે મને મૂડી અને મહેલે હવે, લાગે ખરેખર મેક્ષ મેળવો મને સહેલે હવે...