Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ધ્રુવને સિતારે જોઉં છું ને યાદ આવો છો તમે
–પૂ. મુ. શ્રી ક્ષતિ વિજયજી મ. (હરિગીત છંદ) (રાગ : મંદિર છ મુકિતતણું) જ્યારે નિહાળું ચાંદ સૂરજ સૃષ્ટિને અજવાળતાં, જયારે નિહાળું વાદળાઓ જલકણે વરસાવતાં, વહેતી સરિતની ધારને જયારે નિહાળું કે ક્ષણે, પરમપકારી! યાદ આવે છે તમે ત્યારે મને... નજરે પડે છે આભ ઊંચે કે અડેલ પહાડ જ્યાં, હે સત્યરક્ષક! યાદ આવે છેતમે તત્કાળ ત્યાં, પીડા સહી લઈ કંટકની વિશ્વને સુરક્ષિત કરે, એવું ગુલાબ નિહાળતાં તમને જ આ દિલ સંસ્મરે... નિજ દેહ પર કેઈ કુહાડાને પ્રહાર કરે ભલે, ચન્દનતરુ તે તેમને પણ દાન સૌરભનું કરે, આ સાંભળ્યું ત્યારે પણ ગુરુરાજ ! આપ જ સાંભર્યા, શું શિય કે શું શત્રુ સી તુજ પાસ તે કરુણા વર્યા... ઘડિયાળના ટફ ટફ અવાજે યાદ આવે છે તમે, મુજને “પ્રમાદ કરે નહિ” એવું સુણાવે છે તમે, કુક રે કુક તણું મધુર સાદે યાદ આવે છે તમે, મને મેહનીંદરમાં સૂતેલાને જગાડે છો તમે.. હું જોઉં છું કે તેજપુંજ સૂરજ ડુબે છે સાગરે, ફરતે કહે છે ચાંદ ને ઝગમગ સિતારાઓ ખરે, નક્ષત્રગણુ પણ અસ્ત પામે છે ગ્રહે પણ આથમે, ધ્રુવને સિતારે જોઉં છું ને યાદ આવે છે તમે... આંધી અને અંધારામાં પણ એક સરખા વેગથી, વહેતી સતત યાતણી તસવીર દેખી જયારથી, બસ ત્યા રથી ઓ ! જેન શાસનના સુકાની ! આપની! મુજ હૃદયમંદિરમાં વસી દેહાકૃતિ રળિયામણી... સાબરમતીને તીર તે આરાધના ભવને અને, દર્શન નિવાસગૃહે અરે ! આ સૃષ્ટિમાં સઘળે સ્થળે,