Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રકાશ તરંગો કે કણો? પ્રાચીન કાળથી ભારતમાં અને કેટલાક પાશ્ચાત્ય (ગ્રીક, ઇટાલી વગેરે) દેશોમાં સૂર્યને એક દેવતા તરીકે માનવામાં તથા પૂજવામાં આવી રહ્યો છે અને તે ખરેખર યોગ્ય જ છે. કારણ કે અનાદિ કાળથી સમગ્ર બ્રહ્માંડની સજીવસૃષ્ટિ માટે સૂર્ય જ એકમાત્ર શક્તિ-ઊર્જા(energy)નો આધાર રહ્યો છે અને અનંત કાળ સુધી એ જ શક્તિના અખૂટ સ્ત્રોત તરીકે સ્થાન ભોગવતો રહેશે એમાં કોઈ શંકા નથી.
જો કે વીસમી સદીમાં વિજ્ઞાનીઓએ ઊર્જાના વિકલ્પી સ્ત્રોત તરીકે અણુને સ્થાન આપ્યું હતું. શરૂઆતમાં તેઓની માન્યતા હતી કે અણુ એ ઊર્જાનું સસ્તું, સરળ અને નુકસાનરહિત સાધન હશે. પરંતુ 35-35 વર્ષના અનુભવો પરથી જણાયું છે કે અણુઊર્જા, એ સસ્તી ય નથી, સરળેય નથી અને નુકસાનરહિતેય નથી, અને એથી શક્તિ(ઊર્જા)ના ક્ષેત્રમાં સૂર્યનું એક્ઝક્ર સામ્રાજ્ય છે અને રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વિષે The Turning Point' નામના પુસ્તકમાં ફીટજોફ કેપ્રા (Fritjof Capra) નામના વિજ્ઞાની કહે છે કે
"Twenty five years ago world leaders decided to use 'atom for peace' and presented nuclear power as the reliable, clean and cheap energy source of the future. Today we are becoming painfully aware that nuclear power is neither safe nor clean nor cheap."
આ સૂર્ય એકમાત્ર પ્રકાશના અર્થાત્ વીજચુંબકીય તરંગોના સ્વરૂપમાં સમગ્ર સજીવસૃષ્ટિને શક્તિનો પુરવઠો અર્પણ કરી રહ્યો છે. આ પ્રકાશનું સ્વરૂપ જાણવા | પિછાણવા-સમજવા વિજ્ઞાનીઓએ અત્યાર સુધી ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે. છતાં તેના સ્વરૂપને સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી. કેટલાકના મતે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, તો કેટલાકના મતે પ્રકાશ કણ સ્વરૂપે છે. જો કે પાછળથી વિજ્ઞાનીઓએ સર્વસંમત રીતે, પ્રકાશને તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ બંને પ્રકારનો માન્યો છે, કારણ કે કેટલીક ભૌતિક ઘટનાઓ પ્રકાશના કણ સ્વરૂપને સ્વીકાર્યા સિવાય સમજાવી શકાય તેમ નથી, તો કેટલીક ભૌતિક ઘટનાઓ પ્રકાશના તરંગમય સ્વરૂપને સ્વીકાર્યા સિવાય સમજાવી કે સમજી શકાય તેમ નથી.
વસ્તુતઃ કણવાદ જ યોગ્ય છે અને તે જ પ્રકાશની દરેક ભૌતિક ઘટનાઓને સમજાવવામાં સફળ થઈ શકે છે, પરંતુ એ માટે કણવાદની જે મૂળભૂત માન્યતાઓ છે તેમાં થોડોક ફેરફાર જરૂરી છે. જૈનદર્શન પણ પ્રકાશને કણોનો બનેલો માને છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org