Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
248
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો બંનેનાં ધ્રુવોમાંથી નીકળતી વીજચુંબકીય રેખાઓ સળંગ થઈ જાય છે. એટલે બંનેનું વીજચુંબકીયક્ષેત્ર સંયુક્ત થઈ જતાં, જેવિક ચુંબકીય આકર્ષણ વધી જાય છે. આ સંજોગોમાં બંનેના વીજ ચુંબકીય તરંગો અસમાન કંપ સંખ્યા (frequency)વાળા હોય તો પરસ્પરનું આકર્ષણ બળ પણ અસમાન હોય છે. અને તરંગલંબાઈ અને કંપવિસ્તાર જુદા જુદા પ્રમાણમાં હોય તો તેઓના માનસિક વિચાર પણ ભિન્ન ભિન્ન થઈ જાય છે. પરિણામે ચુંબકીય વીજપ્રવાહનું ચક્ર પૂરું થતું નથી. પરંતુ જો બંને તરફથી ઉત્પન્ન થતા વીજચુંબકીય તરંગોની કંપસંખ્યા સમાન હોય તો આકર્ષણ બળ પણ સમાન થઈ જાય છે. વળી તેમાં રહેલ તરંગોની તરંગલંબાઈ અને કંપવિસ્તાર પણ જો સમાન હોય તો ચુંબકીય વીજપ્રવાહનું ચક્ર પુરું થઈ જાય છે. પરિણામે, તીવ્ર માનસિક આકર્ષણ પેદા થાય છે. જે છેવટે સંયમી પુરુષ માટે પતનનું કારણ બને છે.
અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જેવિક વીજચુંબકીય તરંગો, જેને જૈન પરિભાષામાં મનોવર્ગણાના પુદ્ગલો કહેવામાં આવે છે, તેઓની શક્તિનો આધાર આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે તેઓની કંપસંખ્યા (frequency) ઉપર છે અને તે ભૌતિકશાસ્ત્રના E = nhf સમીકરણ દ્વારા દર્શાવી શકાય. અહીં : ઊર્જાશક્તિ બતાવે છે. કંપસંખ્યા (frequency) બતાવે છે. n એ 1,2,3,4,..વગેરે પૂર્ણાક છે અને hપ્લાંકનો અચળાંક છે. અર્થાત્ જેમ કંપસંખ્યા/આવૃત્તિ વધુ તેમ તેની શક્તિ વધુ. વળી જૈવિક વીજચુંબકીય તરંગોના પ્રકારનો આધાર, તે તરંગોની તરંગલંબાઈ (wavelength) અને કંપવિસ્તાર (amplitude) ઉપર છે. અર્થાત્ સમાન વિચારના તરંગોના તરંગલંબાઈ અને કંપવિસ્તાર પ્રાયઃ સમાન હોય છે.
આગળ બ્રહ્મચર્યની ચોથી વાડમાં જણાવ્યું છે કે સ્ત્રીએ પુરુષનાં અને પુરુષ સ્ત્રીનાં નેત્ર, મુખ વગેરે અંગોને સ્થિર દૃષ્ટિએ જોવાં નહિ, તેનું પણ આ જ કારણ છે.
ત્રીજા નિયમ પ્રમાણે સ્ત્રી-પુરુષે એક આસન ઉપર ન બેસવું. તદુપરાંત જે સ્થાને સ્ત્રી બેઠી હોય, તે સ્થાન ઉપર બ્રહ્મચારી પુરુષે 48 મિનિટ સુધી તથા જે સ્થાને પુરુષ બેઠો હોય તે સ્થાને સ્ત્રીએ એક પ્રહર અર્થાત્ 3 કલાક સુધી ન બેસવું.
કોઈ પણ મનુષ્ય એક સ્થાને બેસે છે ત્યારે તેના શરીરની આસપાસ એક વાતાવરણ બનતું હોય છે. આ વાતાવરણ, તે મનુષ્યના માનસિક વિચારો અનુસાર સારું કે ખરાબ હોઈ શકે છે. એ સિવાય જે તે પુરુષ કે સ્ત્રીના શરીરમાંથી અદશ્ય પુદ્ગલો પણ એ સ્થાને પડતા હોય છે. બિલાડીના ટોપ (મશરૂમ) જેને જૈનશાસ્ત્ર પ્રમાણે અનંતકાય કહેવામાં આવે છે, અને ચોમાસામાં ગમે ત્યાં ફૂટી નીકળે છે, તેનો ઉપરનો ભાગ કાપીને ઊંધો કાગળ ઉપર થોડો વખત મૂકી રાખવામાં આવે તો તેટલી જગ્યામાં, બિલાડીના ટોપમાંથી ઉત્સર્જિત થયેલ પુદ્ગલોમાંથી એક ગોળાકાર આકૃતિ ઊપસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org