________________
- પર્વ-તિથિઓમાં લીલોતરીનો ત્યાગ શા માટે? જેનધર્મ પ્રાચીનકાળથી જ તેની આહાર-વિહારની તથા આચાર-વિચારની પદ્ધતિ માટે સારાયે વિશ્વમાં પ્રખ્યાત છે. તેના એક એક સિદ્ધાંત અને આહાર-વિહારના આચાર-વિચારના પ્રત્યેક નિયમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે, કારણ કે આ નિયમો/સિદ્ધાંતો કોઈ સામાન્ય મનુષ્ય દ્વારા પ્રચલિત કરાયા નથી પરંતુ જૈનધર્મના 24મા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ, તેઓને સંપૂર્ણ/નિરપેક્ષ જ્ઞાનસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી, પોતાના શિષ્ય પરિવાર, સાધુ સમુદાય, સાધ્વી સમુદાય અને પોતાના અનુયાયી સ્વરૂપ શ્રાવક-શ્રાવિકા સમુદાય અને એથીય આગળ વધીને સમગ્ર માનવજાત તથા સંપૂર્ણ સજીવસૃષ્ટિના પરમશ્રેિષ્ઠ કલ્યાણને માટે નિરૂપેલા છે. માટે જ એ નિયમોનું ચુસ્તપણે–સમજપૂર્વક પાલન કરવાથી આત્મકલ્યાણ થયા વિના રહેતું નથી. એ નિયમોના પાલન દ્વારા ઘણા જીવો આત્મકલ્યાણ સાધી મોક્ષે ગયા છે અને તેનાં દૃષ્ટાંતો પણ પ્રાચીન ગ્રંથોમાં વિદ્યમાન છે.
જૈન ધાર્મિક પરંપરામાં પ્રચલિત ઘણા નિયમોમાંથી એક નિયમ એવો છે કે જૈનધર્મનું પાલન કરનાર શ્રાવક-શ્રાવિકારૂપ ગૃહસ્થ વર્ગ દરેક મહિનાની બાર પર્વ-તિથિ (બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ,પૂનમ અને અમાવસ્યા) અથવા પાંચ પર્વ-તિથિ (સુદ પાંચમ, બે આઠમ અને બે ચૌદસ), ચૈત્ર માસ અને આસો માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસો (બે શાશ્વતી ઓળીઓ), કાર્તિક માસ, ફાગણ માસ અને અષાઢ માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસો તથા પર્યુષણા પર્વના આઠ દિવસો દરમ્યાન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં લીલોતરી એટલે કે લીલાં શાકભાજી વગેરેનો ત્યાગ કરવામાં આવે છે. આ પરંપરા આજકાલની નથી પરંતુ સૈકાઓથી ચાલી આવે છે અને તે આગમશાસ્ત્ર અનુસાર છે. | વિક્રમના સોળમા સૈકાના પૂર્વાર્ધમાં લખાયેલા “આનંદ સુંદરી નામના દશ શ્રાવક ચરિત્ર ગ્રંથમાં પર્વ-તિથિ વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ આવે છે.
पर्वाणि सन्ति सर्वज्ञैर्भाषितानि जिनागमे ॥ २६४॥ सांवत्सरं चतुर्मासत्रयं चाऽष्टाहिकाद्वयम् । मासगं पर्वषट्कं वा पक्षगा पञ्चपळपि ॥ २६५ ।। एतेषु निरतीचार - पश्चाचारपरो नरः । शुभं परभवायुष्कं बघ्नाति शुभकर्म च ॥ २६६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org