________________
286
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો દહીંમાં બેક્ટરિયા વગેરે. પરંતુ આ દલીલ ઉચિત નથી. બેક્ટરિયા વગેરે બેઈન્દ્રિય જીવો હોવાથી દહીંથી તે ભિન્ન છે માટે તે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અલગ જોઈ શકાય છે.
જ્યારે વનસ્પતિ સ્વયં સજીવ છે, માટે તેમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જીવ-આત્માને જોવાનો પ્રશ્ન જ અસ્થાને છે. વનસ્પતિકાયના મુખ્ય બે પ્રકાર છેઃ એક પ્રત્યેક વનસ્પતિકાય અને બીજો સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયમાં દરેક આત્માના સ્વતંત્ર અસ્તિત્વને જણાવનાર પોતાપોતાનું સ્વતંત્ર શરીર હોય છે. અને સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવોનું એક જ શરીર હોય છે અર્થાત્ એક જ શરીરમાં અનંત જીવો હોય છે. આપણે જે ફળ, ફૂલ પાંદડા, મૂળ વગેરે જોઈએ છીએ, તે તો વનસ્પતિ જીવોનું શરીર છે. શું આત્મા શરીરથી સ્વતંત્ર રૂપે, સૂક્ષ્મદર્શક દ્વારા જોઈ શકાય ખરો? આધુનિક વિજ્ઞાનની માન્યતા છે કે પ્રત્યેક સજીવ પદાર્થમાં તેના શરીરના મૂળભૂત એકમ સ્વરૂપ કોષ છે. અબજોની સંખ્યામાં આવા કોષો ભેગા થઈને પ્રત્યેક પ્રાણી અથવા સજીવ પદાર્થનું શરીર બને છે. દરેક કોષ પણ સજીવ હોય છે. માટે બટાકા વગેરેના બધા જ કોષો સજીવ હોવા છતાં, પ્રત્યેક કોષમાં અનંત જીવરાશિ હોય છે, અને એટલે જ કંદમૂળને અભક્ષ્ય માનવામાં આવે છે.
કેટલાકની દલીલ એ છે કે જ્યાં જીવોનો સમૂહ છે, ત્યાં તેને અનુકૂળ પરિસ્થિતિ સમાપ્ત કરી દેવામાં આવે તો તે જીવો મરી જશે અને તો તેમના મૃત્યુ પછી તેમાં (કંદમૂળ-બટાકા વગેરેમાં) સડો થઈ જશે અને તે લાંબા સમય સુધી સારાં રહી શકશે નહિ પરંતું કંદમૂળ ઘણા લાંબા સમય સુધી તાજા જ રહે છે. જો તેમાં જીવ હોય તો જમીનની અંદર જ તે સુરક્ષિત રહી શકે છે. તેણે માટીમાંથી બહાર કાઢ્યા પછી તેમાંના જીવોનું મૃત્યુ થઈ જશે અને તે સડવા માંડશે. પરંતુ જેઓ આવું માને છે તેમની આ માન્યતા તદન ખોટી છે. તેને નિર્જીવ કરવાનો એક જ ઉપાય છે પરકાયશસ્ત્રથી ઘાત અર્થાત્ છરી વગેરેથી ટૂકડા કરવા અને અગ્નિથી રાંધવું વગેરે.
બીજી વાત એ કે સજીવ પદાર્થમાંથી આત્મા નીકળી જાય અર્થાત્ સજીવનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ તેના શરીરમાં સડો થઈ જ જાય એવો કોઈ નિયમ નથી. આધુનિક યુગમાં તથા પ્રાચીન મિસર(ઈજિપ્ત)માં મૃતક વગેરેને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે શુષ્કીકરણ(dehydration)ની પદ્ધતિ અજમાવવામાં આવે છે. માટે કંદમૂળમાં જીવોનું મૃત્યુ થઈ ગયા બાદ જો તેને સુકવી દેવામાં આવે તો તેમાં સડો થવાની કોઈ સંભાવના જ રહેતી નથી. દા.ત. આદુ, સૂંઠ, આદુમાં જીવરાશિ સમાપ્ત થઈ ગયા પછી તેનું શુષ્કીકરણ આપોઆપ,સ્વયમેવ થઈ જાય છે. જ્યારે બટાકા વગેરેમાં શુષ્કીકરણ તેની જાતે જ થતું નથી. તેને છરી વગેરેથી સમાર્યા પછી જ તેનું શુષ્કીકરણ થાય છે માટે સૂકું આદુ અર્થાત્ સૂંઠ ભક્ષ્ય છે અને બટાકા વગેરે બીજાં કંદમૂળ સૂકાં થયાં પછી પણ અભક્ષ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org