Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈન ધર્મ અને વિજ્ઞાન: શંકા તથા સમાધાન
287
બીજી પણ એવી દલીલ કરવામાં આવે છે કે કંદમૂળ સિવાયની વનસ્પતિમાં કીડા, ઇયળ વગેરે જોવા મળે છે, જ્યારે કંદમૂળને કાપતાં, તે એકદમ સાફ/ચોખ્ખા જોવા મળે છે પરંતુ અહીં એ જાણવું જરૂરી છે કે જૈન શાસ્ત્રકારો એ અનંતકાય વનસ્પતિનું લક્ષણ અર્થાત્ ઓળખ જ એ બતાવી કે અનંતકાય (સાધારણ) વનસ્પતિકાયના ટૂકડા કરતાં, તેના વ્યવસ્થિત/સપ્રમાણ ટુકડા થાય છે. તેમાં તાંતણારષા અને ગાંઠ વગેરે હોતાં નથી તથા પાંદડામાં શિરા/નસો હોતી નથી. વસ્તુતઃ વિજ્ઞાનની પરિભાષામાં કંદમૂળ, મૂળનું રૂપાંતર (Modification of root) છે, માટે કંદમૂળ અંદરથી સાફ સ્વચ્છ હોવાથી ભક્ષ્ય બની જતાં નથી.
આહાર શુદ્ધિ જ આચાર શુદ્ધિ લાવી શકે છે, માટે આહાર શુદ્ધિ અત્યાવશ્યક છે. બટાકા, મૂળા, આદુ વગેરે કંદમૂળ હોવાથી અનંતકાય છે, માટે તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. કેટલાક કહે છે કે બટાકાનું નામ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મળી શકતું નથી કારણ કે બટાકા ભારતની પેદાશ નથી. સર વૉલ્ટર રયાલ ઈ. સ 1586 માં તેને દક્ષિણ અમેરિકા(બ્રાઝિલ)થી વિલાયત/ઇંગ્લેન્ડ લાવ્યા. ત્યારપછી ઈ. સ. 1615 આસપાસ બટાકા ભારતમાં આવ્યા, માટે પ્રાચીન શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ આવવો અસંભવ છે. આ હકીકતના આધારે કેટલાક કહે છે ‘બટાકા અનંતકાય છે.’ એવું કથન કેવલી અર્થાત્ સર્વજ્ઞનું નથી, પરંતુ કોઈ છદ્મસ્થએ છોડેલ ગપગોળો જ છે. તેઓની આ વાત
બરાબર નથી.
શાસ્ત્રોમાં બધા જ પ્રકારના અનંતકાય વગેરે વનસ્પતિઓ તથા પ્રાણીઓના નામનો ઉલ્લેખ સંભવિત નથી. પરંતુ અનંતકાયનાં લક્ષણો જ શાસ્ત્રમાં આવે છે, એ લક્ષણોના આધારે જ આપણા પ્રાચીન આચાર્યોએ બટાકા વગેરેને અનંતકાય બતાવ્યા છે. ટમેટા, સફરજન વગેરે પણ ભારતની ઊપજ નથી અને શાસ્ત્રમાં ક્યાંય તેનો ઉલ્લેખ આવતો નથી તોપણ આપણા પ્રાચીન આચાર્યોએ/પશ્ચાત્કાલીન શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો નથી કારણ કે તેમાં અનંતકાયનાં લક્ષણ નથી.
આપણા પ્રાચીન આચાર્યોની એક પરંપરા એ છે કે શાસ્ત્રવિરુદ્ધ કાંઈ પણ લખવું નહિ અને તેઓનો બીજો સિદ્ધાંત એ હતો કે ‘નામૂર્ત્ત નિષ્યતે િિશ્વત્' (આધાર વગરનું કાંઈપણ લખવું નહીં) તથા એ મહાપુરુષોને આવું અસત્ય બોલવાનું કોઈ કારણ નહોતું. તેઓ આપણા કરતાં પણ વધુ જ્ઞાની અને પાપભીરુ હતા, માટે તેઓ માત્ર અસર્વજ્ઞ હોવાથી જ તેમની વાતો અસ્વીકાર્ય બની જતી નથી.
બીજા લોકો એવી દલીલ કરે છે કે જો આપણે કંદમૂળ નથી ખાતા તો સૂંઠ-હળદ૨ કેમ ખવાય ? ભલે સૂકવીને ખાય. અર્થાત્ સૂંઠ, હળદર પણ ખાઈ ન શકાય. અન્ય લોકોની આ દલીલ યોગ્ય છે પરંતુ આદુ અને હળદર જ્યારે લીલાં હોય છે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org