________________
કાવ્યાનુશાસનમાં મૌલિક્તા
303 વિદ્વાન માટે આવશ્યક હતું અને તેને ધ્યાનમાં રાખી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કાવ્યાનુશાસનની રચના કરી છે અને આ વાત તેઓએ તેની અલંકારચૂડામણિ ટીકા અને વિવેકવૃત્તિમાં સ્પષ્ટરૂપે કાવ્યને લગતા વિષયોનો નિર્દેશ કરીને જણાવી દીધી છે. સાથે સાથે કવિત્વમાં નિપુણતા પ્રાપ્ત કરવા એ વિષયોનું જ્ઞાન પણ આવશ્યક છે તેમ જણાવ્યું છે.
કાવ્યાનુશાસનની વ્યવસ્થા ખૂબ પદ્ધતિસર અને વૈજ્ઞાનિક છે. કાવ્યાનુશાસન મમ્મટના કાવ્યપ્રકાશને અનુસરે છે, પરંતુ બંનેમાં ખાસ્સો તફાવત છે. પ્રથમ તો કાવ્યપ્રકાશ અનુરુપ છંદમાં છે, જ્યારે કાવ્યાનુશાસન સૂત્રાત્મક પદ્ધતિએ લખાયેલું છે. ફક્ત 208સુત્રોમાં કાવ્યના મુખ્ય સિદ્ધાંતોનું કથન કરી દેવામાં આવ્યું છે અને એ સૂત્રોના પ્રત્યેક શબ્દોની સમજ, વ્યાખ્યા અને ઉદાહરણ અલંકારચૂડામણિ ટીકામાં આપવામાં આવી છે. માત્ર ઉદાહરણ જ કે સમજ જ નથી આપી, પરંતુ તેમના પુરોગામીઓએ બતાવેલી વ્યાખ્યા વગેરેમાં પણ પરિવર્તન કર્યું છે અને તેને જૈન દાર્શનિક દૃષ્ટિકોણથી સંસ્કારિત કરવામાં આવી છે અને આ જ તેમની બુદ્ધિપ્રતિભામાંથી નીકળેલી મૌલિક્તા છે. આનાં કેટલાંક ઉદાહરણ જોઈએ:
(1) કાવ્યના હેતુ તરીકે પ્રતિભાનો સ્વીકાર તો દરેકે કર્યો છે, પરંતુ તેના પ્રકાર અને તેની વિસ્તૃત સમજ કોઈએ આપી નથી. તે માત્ર શ્રી હેમચંદ્રાચાર્યે જ આપી છે. તેઓએ “પ્રતિભાના બે વિભાગ બતાવ્યા છે. એક સહજ પ્રતિભા અને બીજી ઔપાલિકી પ્રતિભા. માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત પ્રતિભા તે સહજ પ્રતિભા છે અને તેઓ ભગવાન મહાવીરના અગિયાર મુખ્ય શિષ્યો - ગણધરોની પ્રતિભાને સાહજિક પ્રતિભા ગણાવે છે. જ્યારે મન્નારાધન દ્વારા કે દેવતાની આરાધના દ્વારા દેવતાની પ્રસાદીરૂપે પ્રાપ્ત પ્રતિભાને તેઓ ઔપાલિકી ગણાવે છે અને તે બંને પ્રકારની પ્રતિભાને વ્યુત્પત્તિ અને અભ્યાસ દ્વારા સંસ્કારિત કરવાનું કહે છે.
(2) કાવ્યાદર્શમાં દંડી અને કાવ્યપ્રકાશમાં મમ્મટ પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ ત્રણેને સંયુક્ત રીતે કાવ્યના કારણભૂત માને છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્ય માત્ર પ્રતિભાને જ કાવ્યના કારણભૂત માને છે અને વ્યુત્પત્તિ તથા અભ્યાસને પ્રતિભાના સહાયક તરીકે માને છે.'
(3) કાવ્યના પ્રયોજનમાં પણ તેઓનો મત બીજા કરતાં જુદો પડે છે. કાવ્યપ્રકાશમાં મમ્મટ ધન, વ્યવહારકૌશલ અને અનર્થનિવારણનો પણ કાવ્યના પ્રયોજનમાં સ્વીકાર કરે છે, જ્યારે કલિકાળસર્વજ્ઞ તેનો સકારણ, સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. તેઓ કહે છે કે આનંદ, યશ અને પ્રિયપત્નીની વાણીની જેમ ઉપદેશ દ્વારા કર્તવ્યનું ભાન કરાવવાનું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org