Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
337
મુનિશ્રીએ જેમ વિજ્ઞાનની કેટલીક માન્યતાઓને પડકાર ફેંક્યો છે, તેમ જૈનધર્મમાં અત્યારે પ્રવર્તમાન કેટલીક માન્યતાઓને પણ વિજ્ઞાનના આધારે પડકારી છે.
પ્રકાશને સજીવ માનવાની પરંપરા માન્યતાને શાસ્ત્રના આધારો આપી તેને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા અસત્ય સિદ્ધ કરવાનો પ્રયાસ, તેમની તટસ્થ વૃત્તિનું જ્વલંત ઉદાહરણ છે.
વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે ગુજરાતી વિભાગ અને અંગ્રેજી-હિન્દી વિભાગમાં ફક્ત ચાર મહત્ત્વના લેખોનું જ પુનરાવર્તન થાય છે. તે સિવાય જે લેખ ગુજરાતીમાં છે, તે અંગ્રેજી-હિન્દીમાં નથી અને અંગ્રેજી-હિન્દીમાં છે તે ગુજરાતીમાં નથી.
વળી અંગ્રેજીમાં છે તે હિન્દીમાં નથી અને હિન્દીમાં છે તે અંગ્રેજીમાં નથી તેથી વિજ્ઞાન અને દર્શનમાં રસ ધરાવનારાઓએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય વિભાગ વાંચવા જેવા છે.
ભારતના અમદાવાદના સુપ્રસિદ્ધ ગણિત-વિજ્ઞાની, જેઓએ ઈ.સ. 1942 માં આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદ ઉપર સંશોધન કર્યું છે અને આજ સુધી જેઓ માત્ર એક સંશોધક તરીકે જીવન જીવ્યા છે તે ડૉ. પ્ર. ચુ. વૈદ્ય સાહેબે આ પુસ્તકનું પ્રાસ્તાવિક લખી આપ્યું છે તે, ડૉ. પ્રદીપ કે. શાહ શાહે અમેરિકાથી લખી મોકલેલ અને “The Scientific Foundation of Jainism'ના લેખક પ્રો. (ડૉ.) કાન્તિભાઈ વી. મર્ડિયાએ, લીડ્ઝ (ઈગ્લેન્ડ)થી લખી મોકલેલ પ્રસ્તાવનાઓ આ પુસ્તકની યશકલગીઓ છે. તો ભારત સરકારના પરમાણુ ઊર્જા વિભાગ ન્યૂક્લિયર વિદ્યુત્ બોર્ડ, મુંબઈના પત્રની સાથે, તે જ સંસ્થાના અધિકારી વિદ્વાન વિજ્ઞાની ડૉ. પરમહંસ તિવારીના મુનિશ્રીના “આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદ' સંબંધી લેખની ટિપ્પણ અનોખી ભાત પાડે છે અને એમ સૂચવી જાય છે કે મુનિશ્રી ભારતના અગ્રણી વિજ્ઞાનીઓના સંપર્કમાં પણ છે.
પુસ્તકના પાછળના આવરણ ઉપર ડૉ. નારાયણ કંસારા (અમદાવાદ), પ્રો. એચ. એફ. શાહ (સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદ), ડૉ. ઊર્મિબહેન દેસાઈ તથા શ્રી ઘનશ્યામ દેસાઈ (મુંબઈ), ડો. સત્યપ્રકાશ (પી.આર.એલ., અમદાવાદ), ડો. જિતેન્દ્ર બી. શાહ (અમદાવાદ), ડૉ. એ. કે. જૈન (નાયબ નિયામક, કુદરતી તેલ-વાયુ પંચ, અમદાવાદ) વગેરેના અભિપ્રાય, પુસ્તકને વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ બક્ષે છે.
આ સિવાય ગુજરાતી વિભાગમાં શ્રી અશોકકુમાર દત્તના અનુભવોનું સૂક્ષ્મ વૈજ્ઞાનિક પદ્ધતિએ કરેલ વિશ્લેષણ, જૈન કાળચક્ર અને કૉસ્મિક કેલેન્ડર, સજીવસૃષ્ટિનું આદિબિંદુ, બ્રહ્મચર્ય એક વૈજ્ઞાનિક વિશ્લેષણ, જાપનું વૈજ્ઞાનિક મૂલ્ય, ગુરુનું વૈજ્ઞાનિક મહત્ત્વ, પર્વતિથિમાં લીલોતરીનો ત્યાગ, તપનું વૈજ્ઞાનિક મહત્ત્વ વગેરે લેખો વાચકને દાર્શનિક તેમજ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડે છે.
અંગ્રેજી વિભાગમાં કેટલાક લેખ ખૂબ નાના છે છતાંય ભૌતિકશાસ્ત્રના સંશોધનની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે.
દા. ત. પ્રકાશની તીવ્રતા, ડોપ્લર અસર તથા વ્યતિકરણ અંગેના નવા ખ્યાલો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org