Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
338 આઈન્સ્ટાઈનના સુપ્રસિદ્ધ સમીકરણ E=mcર વિશેના ભ્રામક ખ્યાલો. આ સાથે સાથે માનવ શરીર વિજ્ઞાન સંબંધી તથા બે ભિન્ન-ભિન્ન જૈન દાર્શનિક માન્યતાઓ અંગેના લેખ પણ અધ્યયન યોગ્ય છે. હિન્દી વિભાગમાં મુખ્યત્વે આહાર વિજ્ઞાન સંબંધી જ ચર્ચા છે.
તેમાંય સચિત્ત-અચિત્ત પાણી સંબંધી અને દૂધ-દહીં-ઘી-ગોળ અને માંસ-મધ-માખણ સંબંધી લેખ સૌથી શ્રેષ્ઠ અને વિશિષ્ટ છે. ટૂંકમાં આ અદ્વિતીય અનોખું પુસ્તક જૈન-જૈનેતર સૌએ વાંચવા જેવું છે.
(સંદેશ, મંગળવાર, તા. ૨૬, નવેમ્બર, ૧૯૯૬,
જ્યોત સે જ્યોત જલે' પૂર્તિ, “ધર્મચર્ચા') મને તમારા કાર્ય માટે માન છે. તમારો વિજ્ઞાન વિષયક અભ્યાસ ઉપર ટપકાનો નથી. તમારી લેખનશૈલી પણ અભ્યાસી નિષ્ણાત વર્ગને રુચિકર છે. સૌથી વધુ અભિનંદનીય તો છે તમારો ઉત્સાહ. શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણસંઘમાં પૂ. શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજે વિજ્ઞાનના અભ્યાસના પગરણ માંડ્યા છે. તમે તેને આગળ વધારી રહ્યા છો એ વાતે હું વિશેષ આનંદિત છું. વિજ્ઞાન આજનું દર્શન’ છે. પદર્શન કરતાં ય એનો વ્યાપ, એનો પડકાર, એની ક્ષમતા ક્યાંય વધારે છે. શ્રમણો એની ઉપેક્ષા કરી શકે નહિ.
વિજ્ઞાન કથિત અને જૈનશાસ્ત્રવર્ણિત જગસ્વરૂપની બહુ ઊંડા સ્તરે તુલના કરવાનો તમારો પ્રયાસ નિતાંત આવકાર્ય છે. તમે પોતે સ્વીકારો છો તેમ આ કાર્ય “ખૂબ મહાન અને ભગીરથ” છે. આ ભગીરથ કાર્યમાં તમારો પ્રયાસ ખૂબ ખૂબ પૂરક બની રહેશે એમ કહેવું જ જોઈએ.
- મુનિ શ્રી ભુવનચંદ્રજી મહારાજ (પાર્જચંદ્ર ગચ્છ) શ્રી સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા તથ્યોને વિજ્ઞાન પ્રયોગશાળામાં ચકાસીને તેના સત્યાંશને આપણી સામે રજૂ કર્યા તે બાબતમાં મુનિરાજ શ્રી નંદીઘોષવિજયજીએ પુષ્કળ શ્રમ લઈને અહિંદુ ધર્મની માન્યતાના સંવાદિ વૈજ્ઞાનિક સંશોધનો તારવ્યાં છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી અને ઉપકારક કામ થયું છે.
જો કે વિજ્ઞાનના તારવણો બદલાતાં રહે છે, તે ખ્યાલમાં રાખીને તેને જોવા જોઈએ. તેમાંથી સત્યશોધન નિષ્ઠા શીખવા જેવી છે. મુનિરાજ શ્રી નંદીઘોષવિજયજીના હાથે હજી વધુ સંશોધનો પ્રકાશિત થતાં રહે તે શુભકામના સાથે.
- આચાર્ય શ્રીવિજયપ્રધુમ્નસૂરિજી મ. સા.
જૈનદર્શનનો અભિગમ હમેંશા વૈજ્ઞાનિક રહ્યો છે તેની પ્રતીતિ મુનિશ્રી નંદિઘોષવિજયજી મ. ના Jainism: Through Science જોતાં વાંચતાં થાય છે.
વિભિન્ન ક્ષેત્રે કામ કરતા, વૈજ્ઞાનિક, પ્રોફેસરો, વકીલો, ડૉક્ટરો સૌને ઉપયોગી થાય તેવું સર્જન છે. વધુમાં, સ્નાતકો, વિદ્યાર્થીઓ માટે પણ આ પુસ્તક એક પાઠ્યપુસ્તકની ગરજ સારે છે તો જૈન વિદ્યાલયો અને સ્કૂલો-કોલેજ, યુનિવર્સિટીઓમાં પણ તેને સ્થાન મળે તો તે ઘણું જ લાભદાયી બનશે એવું માનું છું.
- મૃગેન્દ્ર મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org