Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
336
આઇન્સ્ટાઇનના સાપેક્ષતા-સિદ્ધાંતને જેન મુનિનો પડકાર
- ડૉ. પ્રહૂલાદ જી. પટેલ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત (STR) તથા સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત (STR) મુખ્યત્વે બે પૂર્વધારણાઓ ઉપર આધારિત છે. એક પૂર્વધારણા એ છે કે કોઈ પણ પદાર્થની ઝડપ પ્રકાશ કરતાં વધુ છે નહિ એટલે કે પ્રકાશની ઝડપ વિશ્વમાં સૌથી વધુ છે.
બીજી પૂર્વધારણા એ છે કે પ્રકાશની ઝડપમાં ક્યારેય વધારો કે ઘટાડો થતો નથી. અર્થાત પ્રકાશની ઝડપ અચળ (Constant) છે. આઇન્સ્ટાઇનની આ બંને પૂર્વધારણાઓને જૈન મુનિશ્રી નંદીઘોષવિજયજીએ હમણાં જ તાજેતરમાં, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા પ્રકાશિત તેમના “જૈનદર્શનઃ વૈજ્ઞાનિક દૃષ્ટિએ (Jainism: Through Science) પુસ્તકમાં પડકાર ફેંક્યો છે.
તેમના મંતવ્ય પ્રમાણે 1500 થી 2000 વર્ષ પૂર્વે લખાયેલા જૈન ગ્રંથો, આગમોમાં ભૌતિક પદાર્થોની ઝડપ પ્રકાશ કરતાં કેટલીય ગણી વધુ બતાવવામાં આવી છે.
અને તે રીતે આઇન્સ્ટાઇનની પ્રથમ પૂર્વધારણાને ખોટી સિદ્ધ કરી છે અને એ સાથે બીજી પૂર્વધારણાને પણ તેઓએ ખોટી સિદ્ધ કરી છે.
તો બીજી બાજુ મુનિશ્રીએ આ જ પુસ્તકના બીજા પ્રકરણ/લેખમાં આધુનિક ભૌતિકશાસ્ત્રના ક્વૉન્ટમવાદને પ્રબળ સમર્થન પૂરું પાડ્યું છે.
તેઓના મતે સમગ્ર બ્રહ્માંડમાં સૂક્ષ્મ કણોનું જ પ્રભુત્વ છે અને તરંગ (Waves) જેવી કોઈ જ ચીજ અસ્તિત્વ ધરાવતી નથી એવું સિદ્ધ કરવા તેમણે ભરપૂર પ્રયત્નો કર્યા છે.
અલબત્ત, તેમના આ પ્રયત્નો માત્ર સૈદ્ધાત્તિક જ છે, પ્રાયોગિક નથી, તેવું તેમણે જ પોતાના લેખકીય નિવેદન(Tunes of Inspiration)માં જણાવી દીધું છે, તેમ છતાં વિશ્વના ટોચના વિજ્ઞાનીઓને વિચારતા કરી મૂકે તેવું તેમનું તારણ છે.
મુનિશ્રી જૈન સાધુ હોવા છતાં જૈન ધર્મગ્રંથો કે સાંપ્રદાયિક માન્યતાઓ પ્રત્યે તેઓને કોઈ જ પક્ષપાત નથી.
કેવળ વિજ્ઞાન તરફની તટસ્થ સંશોધકની દૃષ્ટિએ સત્યને કેન્દ્રમાં રાખી પ્રાચીન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનાં તથ્યોની તુલના કરી, વિજ્ઞાનના ક્ષેત્રમાં નવાં સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાનો તેમનો આશય સ્કૂટ થાય છે.
તેમ છતાં, તેઓ પોતાની મર્યાદાઓને સારી રીતે સમજે છે, તેથી જ તેઓએ કોઈ પણ જાતના સંકોચ વગર વિનમ્રભાવે જણાવી દીધું છે કે “આ કાર્ય કોઈક એક વિજ્ઞાની દ્વારા થઈ શકે તેમ નથી. આ કાર્ય અત્યંત ધીરજવાળા, ખંતીલા અને વિજ્ઞાન તથા દર્શન પ્રત્યે જેમણે જીવન સમર્પિત કર્યું છે, એવા વિજ્ઞાનીઓ દ્વારા જ થઈ શકે તેમ છે'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org