Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

Previous | Next

Page 344
________________ પરિશિષ્ટ નં-૩ જૈન પારિભાષિક શબ્દસૂચિ અસંખ્યાત - જે આંકડામાં કે ગાણિતિક સમીકરણ દ્વારા દર્શાવી ન શકાય તેવા પદાર્થો અશુભ કર્મ - ખરાબ કાર્યો દ્વારા આત્માને લાગેલાં અશુભ/દુઃખ આપનારાં કર્મો અષ્ટાપદ - આઠ પાજ/પગથિયાંવાળો પર્વત, (કૈલાસ અથવા હિમાલય પર્વત) આકાશ - અવકાશ આગમ - જૈન ધર્મગ્રંથો આતપ - સૂર્યપ્રકાશ, ઉષ્ણ વિકિરણ આતપ નામ કર્મ - એક પ્રકારનું આત્માને લાગેલ કર્મ, જેનાથી સૂર્યમાં રહેલા અપર્યાપ્તા બાદ૨ પૃથ્વીકાયિક જીવો પોતે ઠંડા રહીને ગરમ પ્રકાશ બહાર ફેંકે છે. આદિત્ય - - નવ પ્રકારના લોકાંતિક દેવોમાંથી એક પ્રકારના દેવ. આધ્યાત્મિક - આત્માની ઉન્નતિને લગતું આભામંડળ – સજીવ કે નિર્જીવ પદાર્થનું વીજચુંબકીય ક્ષેત્ર (Aura) આયંબિલ – દિવસમાં ફક્ત એક જ વખત ઘી, તેલ, ગોળ-સાકર, દૂધ, દહીં, પકવાન તથા મરચાં-મસાલા વગરનો નીરસ લુખ્ખો આહાર લેવાનું વ્રત. આયુષ્ય - જીવનકાળ આવલિકા - કાળનું એક પ્રકારનું માપ, જે એક સેકંડમાં લગભગ 5800 જેટલી પસાર થાય છે. આહારક વર્ગણા – આહારક શરીર બનાવવા માટે વપરાતા વિશિષ્ટ પ્રકારના પરમાણુઓનું સંયોજન. આહારક શરીર - જૈન ધર્મના ગ્રંથો સ્વરૂપ 14 પૂર્વનું જ્ઞાન ધરાવનાર સાધુ વિશિષ્ટ શક્તિ દ્વારા મુઠ્ઠીવાળેલા એક હાથ પ્રમાણ સ્ફટિક જેવું પારદર્શક અન્ય શરીર બનાવે તે. ઈશાન - પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણા સ્વરૂપ વિદિશા અથવા ઇશાન નામનો બીજો દેવલોક Jain Education International 317 ઈશિત્વ - ચક્રવર્તી તથા ઈન્દ્રની ઋદ્ધિ પ્રાપ્ત કરવાની વિશિષ્ટ શક્તિસિદ્ધિ ઉત્કૃષ્ટ અનંત અનંત - નવ પ્રકારના અનંતામાંથી સૌથી મોટું/નવમા પ્રકારનું અનંત - ઉત્કૃષ્ટ પરિત્ત અનંત - નવ પ્રકારના અનંતામાંથી સાતમા પ્રકા૨નું અનંત ઉત્કૃષ્ટ યુક્ત અનંત – નવ પ્રકારના અનંતામાંથી આઠમા પ્રકારનું અનંત ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત - નવ પ્રકારના અસંખ્યાતામાંથી સૌથી મોટું/નવમા પ્રકારનું અસંખ્યાત ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત - નવ પ્રકારના અસંખ્યાતામાંથી સાતમા પ્રકારનું અસંખ્યાત ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત - નવ પ્રકારના અસંખ્યાતામાંથી આઠમા પ્રકારનું અસંખ્યાત ઉત્થાની - પૂર્વ અને અગ્નિ ખૂણા વચ્ચેની પેટા વિદિશા ઉત્પત્તિજાત – જૈન ધર્મગ્રંથોમાં વર્ણવેલ ચાર પ્રકારના ધ્વનિમાંથી પ્રથમ પ્રકારનો ધ્વનિ/શબ્દ ઉત્સર્પિણી – જૈન કાળચક્રનો અર્ધ ભાગ, જેમાં સજીવ પદાર્થોની ઊંચાઇ, આયુષ્ય વગેરે કાળક્રમે વધતું જાય છે, તેના છ વિભાગ છે, પ્રત્યેક વિભાગને આરા કહેવાય છે. ઉદય - આત્માએ બાંધેલ કર્મને ભોગવવાનો કાળ ઉદ્દેશક – જૈન આગમ ગ્રંથોનાં પ્રકરણો અધ્યયનના પેટા વિભાગ ઉદ્યોત – ચંદ્રનો પ્રકાશ ઉદ્યોત નામ કર્મ – આત્માને લાગેલ કર્મ, જેના પ્રભાવથી ચંદ્રમાં રહેલ જીવો ઠંડો પ્રકાશ આપે છે. ઉપપાત જન્મ – દેવો અને નારકીઓ સંબંધિત અજાતિય જન્મ પ્રક્રિયા ઉપવાસ - જૈન પદ્ધતિ પ્રમાણે આગળના દિવસની સાંજથી શરૂ થઈ બીજા દિવસની For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368