Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
301
કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વૈયાકરણી હતા, શબ્દશાસ્ત્રી હતા, નયાયિક હતા, કવિ હતા, ધર્મોપદેશક હતા અને તત્ત્વચિંતક પણ હતા. અને તેથી જ તેમનું કળિકાળસર્વજ્ઞ બિરુદ યથાર્થ હતું અને છે. આવી વિરલ બહુમુખી પ્રતિભા ગુજરાતના અને ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે. ગુજરાતના સોલંકીઓના સુવર્ણયુગનું એ મહાન, અમૂલ્ય રત્ન હતા. જેના પ્રકાશ વડે સમગ્ર સોલંકીયુગ ઝળાંહળાં થઈ રહ્યો હતો. ગુજરાતી ભાષાના પુરાધા પણ આ જ મહાપુરુષ છે.
પરમાર્હત્ ગુર્જરેશ્વર કુમારપાળ દ્વારા શ્રમણ ભગવાન મહાવીરના અહિંસાના સંદેશને બહુજન સમાજની પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડી સમગ્ર ગુજરાતને અહિંસામય બનાવનાર અને એ રીતે પ્રાણીમાત્ર ઉપર કૃપા વરસાવનાર અહિંસા અને કરુણાની સાક્ષાત્ મૂર્તિસમ કળિકાળસર્વજ્ઞના આ નવમી જન્મશતાબ્દી વર્ષમાં ગુજરાતને તથા સ્વયંને હિંસક પ્રવૃત્તિઓથી બચાવવાનો સંકલ્પ કરીએ અને એ માટેના પ્રયત્નમાં આજથી જ લાગી જઈએ, એ જ એક શુભેચ્છા.
(નવનીત સમર્પણ, જાન્યુ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org