________________
300
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સિંચન કરવાની અપૂર્વ સામાજિક જવાબદારી પણ તેઓએ સંપૂર્ણપણે નીભાવી છે. આ સંસ્કારસિંચનના બહુમૂલ્ય, મહાન અને અત્યંત કઠિન કાર્યમાં તે સમયના બે મહાન રાજાઓ, ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહ અને પરમાર્હત્ કુમારપાળે અદ્વિતીય સહકાર આપ્યો છે એ નિર્વિવાદ હકીકત છે. આ બંને ગુર્જરપતિઓ કળિકાળસર્વશના જીવનકાર્ય સાથે એટલા બધા સંકળાયેલા હતા કે આ બે ગુર્જરેશ્વરો દ્વારા શ્રી હેમચંદ્રાચાર્ય કરાવેલ કાર્યોના ઉલ્લેખ વિના, તેમના જીવનચરિત્રનું આલેખન અપૂર્ણ લાગે છે, તેવા આલેખનથી પ્રત્યેક જીવનચરિત્રલેખકનું મન અતૃપ્ત રહે છે. શ્રી હેમચંદ્રાચાર્યના સંસ્કૃત વ્યાકરણ-પ્રાકૃત વ્યાકરણ-સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના સ્મરણની સાથે તેના પ્રેરક ગુર્જરેશ્વર સિદ્ધરાજનું સ્મરણ થયા વિના રહેતું નથી. તેવી જ રીતે વીતરાગ સ્તોત્ર અને યોગશાસ્ત્રના સ્મરણની સાથે પરમાહિત્ કુમારપાળનું પણ સ્મરણ થાય છે. કળિકાળસર્વજ્ઞના ઘણાખરા ગ્રંથોની રચનામાં, તેની પ્રતિલિપિ કરાવવામાં અને તે ગ્રંથોના પ્રચાર-પ્રસારમાં એક યા બીજા સ્વરૂપે સિદ્ધરાજ જયસિંહ અથવા મહારાજા કુમારપાળ નિમિત્ત બન્યા છે.
આ મહાન વિભૂતિનો જન્મ વિક્રમ સંવત 1145ના કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે થયો હતો. માતાનું નામ પાહિણી, પિતાનું નામ ચાચિગ. જાતે મોઢ વણિક. માત્ર નવ વર્ષની ઉંમરે (વિ. સં. 1154, મહા સુદ-14) ગુરુ દેવચંદ્રસૂરિને જીવન સમર્પણ અને ફક્ત 12 વર્ષના ટૂંકા ગાળામાં તીવ્ર બુદ્ધિમત્તા દ્વારા શાસ્ત્રાભ્યાસ અને જૈન-જૈનેતર દાર્શનિક સિદ્ધાંતોનું પરિશીલન કર્યું અને ગુરુકૃપા પ્રાપ્ત કરી. તેના પરિણામે વિક્રમ સંવત 1166માં વૈશાખ સુદ-3(અક્ષયતૃતીયા)ના શ્રેષ્ઠ દિવસે, શ્રેષ્ઠ મુહૂર્ત માત્ર21વર્ષની ભરયુવાન વયે ગુરુએ આચાર્યપદે આરૂઢ કર્યા અને મુનિ સોમચંદ્રમાંથી આચાર્ય હેમચંદ્રસૂરિ બન્યા.
ગુર્જરેશ્વર સિદ્ધરાજ અને રાજા કુમારપાળ તેમનાથી અત્યંત પ્રભાવિત હતા. વિ.સં. 1229માં 84 વર્ષની વયે સ્વર્ગગમન. તે સમય દરમિયાન તેઓએ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું. તેમાં સિદ્ધહેમશબ્દાનુશાસન (સંસ્કૃત વ્યાકરણ), અભિધાન ચિંતામણિ, અનેકાર્થ સંગ્રહ, નિઘંટુશેષ – આ ત્રણ સંસ્કૃત શબ્દકોશો, સંસ્કૃત થાશ્રય મહાકાવ્ય, લિંગાનુશાસન, પ્રાકૃત વ્યાકરણ, દેશી નામમાલા, પ્રાકૃત કયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન, છંદોનું શાસન, પ્રમાણ-મીમાંસા (જૈન ન્યાયનો ગ્રંથ) ત્રિષષ્ઠિશલાકામહાપુરુષચરિત્ર, યોગશાસ્ત્ર મુખ્ય છે. તેમણે રચેલ સંસ્કૃત-સ્તુતિસ્તવનોમાં અન્યયોગવ્યવચ્છેદ બત્રીશી, અયોગવ્યવચ્છેદ બત્રીશી, વીતરાગ સ્તોત્ર, મહાદેવ સ્તોત્ર, સકલાર્વત્ સ્તોત્રનો સમાવેશ થાય છે.
આ મહાપુરુષ એક જીવંત વિશ્વકોશ હતા. શ્રી હેમચંદ્રાચાર્ય મહાન યોગી હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org